Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત-શ્રીલંકા મેચ રોમાંચક થઈ:ઈન્ડિયા-Aને જીત માટે 3 વિકેટની જરૂર, શ્રીલંકાને 30 બોલમાં 30 રન જોઈએ; SL-Aનો સ્કોર 236/7

    1 day ago

    ઈન્ડિયા-Aએ દાંબુલામાં રમાઈ રહેલી મેચમાં શ્રીલંકાને 266 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં શ્રીલંકા-Aનો સ્કોર 45 ઓવરમાં 236/7 છે. ટીમ તરફથી સદીરા સમરવિક્રમા અને ચમિકા ગુણાશેખરા ક્રિઝ પર છે. સદીરા સમરવિક્રમાએ ફિફ્ટી ફટકારી છે. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વન-ડે ટ્રાય સિરીઝમાં વધુ એક વખત નિષ્ફળ રહ્યો છે. તે આજની મેચમાં માત્ર 21 રન જ બનાવી શક્યો. વૈભવ ઉપરાંત, અનુકુલ રોય 8 રન, નિશાંત સિંધુ 6 રન, આયુષ બદોની 15 રન અને પ્રભસિમરન સિંહ 11 રન બનાવીને આઉટ થયા. જોકે ઋતુરાજ ગાયકવાડ (37 રન) અને તિલક વર્મા (23 રન) એ 52 રનની ભાગીદારી કરીને ભારતીય ટીમને સંભાળી હતી. અંતમાં સૂર્યાંશ શેડગે (72 રન) અને વિપરાજ નિગમે (51 રન) 104 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 250ને પાર પહોંચાડી દીધો. ટીમ ઈન્ડિયા 49.2 ઓવરમાં 265 રન પર ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકાના વિજયકાંત વિયાસકાંત અને મોહમ્મદ શિરાજે 3-3 વિકેટ ઝડપી. વૈભવ ટ્રાઈ-સિરીઝમાં ફિફ્ટી ફટકારી નથી શક્યો વૈભવ આ ટ્રાઈ-સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી. તેણે શ્રીલંકા-A સામેની છેલ્લી મેચમાં 14 રન અને અફઘાનિસ્તાન સામે 22 બોલમાં 44 રન બનાવ્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, નિશાંત સિંધુ, અનુકુલ રોય, અરશદ ખાન, વિપરાજ નિગમ અને યશ ઠાકુર. શ્રીલંકા-A: નિરોશન ડિકવેલા (વિકેટકીપર), અવિષ્કા ફર્નાન્ડો, વિશેન હલામ્બેગે, સદીરા સમરવિક્રમા (વિકેટકીપર), અહાન વિક્રમસિંગે, સહાન અરાચિગે (કેપ્ટન), વાનુજા સહન, વિજયકાંત વિયાસકાંત, કુગદાસ મથુલન, ચમિકા ગુણાશેખરા અને મોહમ્મદ શિરાજ.
    Click here to Read More
    Previous Article
    Mumbai Police register case over threats to former Bombay High Court Judge Gautam Patel
    Next Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ખેડૂતોના હક્કો માટે કોંગ્રેસનું ઉગ્ર આંદોલન, એક ધરતીપુત્રનો આત્મહત્યાનો પ્રયાસ, રીનીટ માટે પેપર વેચવાનું રેકેટ ઝડપાયું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment