Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહાનની ફિફ્ટીથી શ્રીલંકા-A મજબૂત:બીજી અન-ઑફિશિયલ ટેસ્ટના પહેલા દિવસે સ્કોર-288/5; યશ ઠાકુર અને સારાંશ જૈને 2-2 વિકેટ ઝડપી

    22 hours ago

    ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચે ગૉલમાં રમાઈ રહેલી બીજી અન-ઑફિશિયલ-A ટેસ્ટના પહેલા દિવસે યજમાન ટીમનું પલડું ભારે રહ્યું. ઈન્ડિયા-Aના બોલરોએ 5 વિકેટ લીધી, પરંતુ શ્રીલંકા-Aના કેપ્ટન સહાન અરાચિગેએ અણનમ અડધી સદી ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી. પહેલા દિવસની રમત સમાપ્ત થઈ ત્યાં સુધીમાં શ્રીલંકા-Aએ 85 ઓવરમાં 5 વિકેટે 288 રન બનાવી લીધા હતા. પહેલી વિકેટ માટે ઓપનિંગ ભાગીદારી ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવા ઉતરેલી ઈન્ડિયા-Aને શરૂઆતી સફળતા જરૂર મળી, પરંતુ શ્રીલંકા-Aના બેટર્સે સારી ભાગીદારીઓ નિભાવી. પવન્થા વીરાસિંઘે (39) અને સોહાન ડી લિવેરા (28)એ પ્રથમ વિકેટ માટે 53 રન જોડ્યા. ત્યારબાદ નુવાનિડુ ફર્નાન્ડો (44) અને અશેન બંડારા (34)એ ઇનિંગ્સને આગળ વધારી. અંજલા-બંડારાએ ભારતને વાપસી કરવા દીધી નહીં 171 રન પર ચોથી વિકેટ પડ્યા પછી કેપ્ટન સહાન અરાચ્ચિગે અને વિકેટકીપર અંજલા બંડારાએ ઈન્ડિયા-Aને વાપસી કરવા દીધી નહીં. બંનેએ પાંચમી વિકેટ માટે 99 રન જોડીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. અંજલા 42 રન બનાવીને આઉટ થયો, જ્યારે સહાન 148 બોલમાં 83 રન બનાવીને અણનમ પરત ફર્યો. દિવસના રમત પૂરી થવા સુધી ચામિકા ગુણસેકરા 6 રન બનાવીને તેને સાથ આપી રહ્યો હતો. યશ ઠાકુર અને સારાંશ જૈન સૌથી સફળ બોલર ઈન્ડિયા-A તરફથી યશ ઠાકુર અને સારાંશ જૈને સૌથી વધુ 2-2 વિકેટ લીધી. યશે 14 ઓવરમાં માત્ર 32 રન આપીને બે બેટર્સને આઉટ કર્યા, જ્યારે સારાંશે 24 ઓવરમાં 77 રન આપીને બે વિકેટ ઝડપી. ગુરનૂર બરારને એક સફળતા મળી. જ્યારે આકિબ નબી અને ઝીશાન અંસારી વિકેટ લઈ શક્યા નહીં.
    Click here to Read More
    Previous Article
    Farah Khan says she took 4-5 years to lose postpartum weight ‘unlike today’s actors’
    Next Article
    સોરઠમાં મેઘરાજા ધુરંધર, માંગરોળમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો:સુત્રાપાડામાં ખેતરો બેટમાં ફેરવાયા, કેશોદની નોળી નદી અને રાણપુરમાં ભાદર નદી બે કાંઠે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment