Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગની બારીપાડા પ્રા. શાળા બની શિક્ષણનું પ્રેરણાદાયી ઉદાહરણ:ગુણોત્સવમાં સતત 'A' ગ્રેડ, 100% હાજરી, ઝીરો ડ્રોપઆઉટથી વાલીઓની પ્રથમ પસંદ

    1 day ago

    ડાંગ જિલ્લાના સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલી બારીપાડા ગામની સરકારી પ્રાથમિક શાળા શિક્ષણનું પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. આ શાળાએ ગુણોત્સવમાં સતત 'A' ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અહીં દર વર્ષે 100 ટકા નામાંકન, 100 ટકા હાજરી અને ઝીરો ડ્રોપઆઉટ નોંધાય છે, જેના કારણે તે વાલીઓની પ્રથમ પસંદગી બની છે. ધોરણ 1 થી 5 સુધી ચાલતી આ શાળામાં હાલમાં 41 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળા આધુનિક ભૌતિક સુવિધાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડે છે. શિક્ષકોનો પ્રેમાળ અભિગમ બાળકોને દરરોજ ઉત્સાહપૂર્વક શાળાએ આવવા પ્રોત્સાહિત કરે છે. આ શાળાની વિશેષતા એ છે કે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજય દેશમુખે પોતાના બાળકનો પ્રવેશ પણ આ જ સરકારી શાળામાં કરાવ્યો છે. આ પગલું સરકારી શિક્ષણ પ્રત્યેના તેમના વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજય દેશમુખના જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લામાં 97 શાળાઓ A/A+ ગ્રેડ અને 294 શાળાઓ B/B+ ગ્રેડ ધરાવે છે. સરકારની ગણવેશ, શિષ્યવૃત્તિ અને સીઝનલ હોસ્ટેલ જેવી યોજનાઓના અસરકારક અમલીકરણથી જિલ્લામાં ડ્રોપઆઉટનું પ્રમાણ નહિવત્ થયું છે. શાળાની એસએમસી કમિટીના સભ્ય અને વાલી ગીતાબેન ઝીરવાળે જણાવ્યું કે, શાળામાં શુદ્ધ પીવાનું પાણી, સુવિધાયુક્ત વર્ગખંડો, રમત-ગમતના મેદાન, નિયમિત મધ્યાહન ભોજન અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે. આ સુવિધાઓને કારણે બાળકો આનંદથી શિક્ષણ મેળવી રહ્યા છે અને તેમની દીકરીએ પણ ઉત્તમ પરિણામ મેળવ્યું છે. શાળાના આચાર્ય રમણ ચૌધરીએ માહિતી આપી કે, એસએમસી, ગ્રામજનો, બીઆરસી, સીઆરસી અને શિક્ષકોના સંયુક્ત પ્રયાસોથી શાળાએ 'B' ગ્રેડમાંથી સતત 'A' ગ્રેડ સુધીની સફળ સફર કરી છે. વિદ્યાર્થીઓ એકલવ્ય અને નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મેળવી રહ્યા છે. બારીપાડા પ્રાથમિક શાળા એ દર્શાવે છે કે, સરકારની ગુણવત્તાયુક્ત શિક્ષણ નીતિઓ, સમર્પિત શિક્ષકો અને વાલીઓના સહકારથી અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં પણ સરકારી શાળા શિક્ષણનું શ્રેષ્ઠ કેન્દ્ર બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    કાળી પટ્ટી બાંધીને પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા રાહુલ ગાંધી:કહ્યું- દેશવાસીઓ શિક્ષણ બજેટ કરતાં વધુ NEET પર ખર્ચ કરે છે, તેમ છતાં પેપર લીકમાં સજા થઈ નથી
    Next Article
    53.88 લાખની દાગીનાની ચોરી વિદ્યાર્થિનીએ કરી હતી:વીટી ગીરવે મૂકી લોન લીધી, હપ્તા ન ભરી શકતા પ્લાન બનાવ્યો, ડોક્ટર દંપતીના ઘરની રેકી કરી ચોરીને અંજામ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment