Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    9KT ગોલ્ડ રિંગમાં 1 કેરેટ પણ સોનું ન નીકળ્યું:ઇન્સ્ટા રીલ જોઈ સોનુ ખરીદવા ગયેલો યુવક ચાંદી લઈને ઘરે આવ્યો, લેબ ટેસ્ટમાં સુરતના જેમ્સ એન્ડ જ્વેલર્સનો ભાંડો ફૂટ્યો

    1 day ago

    સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે સોના-ચાંદીના આભૂષણો આપવાની લોભામણી જાહેરાતો અને રીલ્સ જોઈને ખરીદી કરતા ગ્રાહકો માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. વરાછા વિસ્તારમાં 9 કેરેટ ગોલ્ડની વીંટીના નામે ચાંદીની વીંટી અને 92.5% સ્ટર્લિંગ સિલ્વરના નામે 51% શુદ્ધતા ધરાવતો કંદોરો પધરાવી ગ્રાહક સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ વરાછા પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે સુરત જેમ્સ એન્ડ જ્વેલર્સના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ રીલ જોઈને યુવકે શૉ-રૂમમાંથી ₹96 હજારથી વધુની ખરીદી કરી યોગીચોક વિસ્તારમાં આવેલી પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા અને એમ્બ્રોઈડરી ડિઝાઈનર તરીકે કામ કરતા 19 વર્ષીય જસ્મીન ભદ્રેશભાઈ કથીરીયાએ સોશિયલ મીડિયા પર કાપોદ્રા ચાર રસ્તા પાસે લાભધર્મ કોમ્પ્લેક્સમાં આવેલી સુરત જેમ્સ એન્ડ જ્વેલર્સની ઈન્સ્ટાગ્રામ પર જે.ડી. ભાઈ માણિયા રીલ્સ જોઈ હતી. રીલ્સથી આકર્ષાઈને તે 22 જુલાઈના રોજ શૉ-રૂમ પર ગયો હતો, જ્યાં સેલ્સમેને 9 કેરેટની ગોલ્ડની વીંટી બતાવી હતી. જસ્મીને રુપિયા 3,296 ચૂકવીને બિલ નંબર 275 સાથે 3.69 ગ્રામની વીંટી ખરીદી હતી. ત્યારબાદ 31 જુલાઈના રોજ તેણે આ જ શૉરૂમમાંથી 92,700 રુપિયા ચૂકવીને 92.5 સ્ટર્લિંગ સિલ્વરનો 365.800 ગ્રામ વજન ધરાવતો કંદોરો ખરીદ્યો હતો. ગોલ્ડની વીંટીમાં ગોલ્ડ જ ન મળ્યું, કંદોરામાં 41% ભેળસેળ દાગીનાના વજન અને ગુણવત્તા બાબતે શંકા જતાં યુવકે માતાવાડી વિસ્તારમાં આવેલા સાંઈનાથ હોલમાર્કિંગ સેન્ટર તથા સુરત હોલમાર્કિંગ સેન્ટરમાં બંને ઘરેણાંની લેબોરેટરી તપાસ કરાવી હતી. તપાસના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. 9 કેરેટ સોના તરીકે વેચાયેલી વાઈટ ગોલ્ડ રિંગમાં 1 કેરેટ પણ સોનું નહોતું અને તે વાસ્તવમાં 85%થી 91% ગુણવત્તાવાળી ચાંદી નીકળી હતી. જ્યારે 92.5% શુદ્ધતાના નામે વેચાયેલા કંદોરામાં માત્ર 51% જેટલી જ ચાંદી નીકળી હતી અને તેમાં 41% જેટલી હલકી ધાતુઓની મિલાવટ સામે આવી હતી. ₹226 પ્રતિ ગ્રામ વસૂલી ખોટા બિલ પધરાવ્યા આટલું જ નહીં, જ્વેલર્સે કંદોરામાં જડેલા સ્ટોન અને ડાયમંડનું વજન પણ નેટ સિલ્વર વજનમાં ગણી લીધું હતું અને ગ્રાહક પાસેથી 100% શુદ્ધ ચાંદીના હિસાબે પ્રતિ ગ્રામ રૂ. 226 લેખે તોતિંગ ભાવ વસૂલ્યો હતો. વધુમાં વેપારી દ્વારા આપવામાં આવેલા બિલોમાં પણ ખરીદીની વાસ્તવિક તારીખોને બદલે અલગ-અલગ દિવસોની ખરીદી હોવા છતાં ખોટી તારીખો દર્શાવવામાં આવી હતી. વેપારી જિગર માણિયા વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ સમગ્ર છેતરપિંડી સામે આવ્યા બાદ યુવકે વરાછા પોલીસ મથકમાં અરજી આપી હતી. જેના આધારે વરાછા પોલીસે મોટા વરાછા ખાતે રહેતા સુરત જેમ્સ એન્ડ જ્વેલર્સના સંચાલક જિગર ઘનજીભાઈ માણિયા સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. રીલ્સ બનાવી ગ્રાહકોને ફસાવવાની મોડસ ઓપરેન્ડી આરોપી જિગર માણિયા રીલ્સ બનાવી લાલચ આપતો હતો કે, 9 કેરેટ (9K) સોનામાં મંગળસૂત્ર, હાર, બ્રેસલેટ, નેકલેસ, ઘડિયાળ અને વીંટી જેવી કોઈપણ પ્રકારની જ્વેલરી બનાવવાની સુવિધા આપવામાં આવી રહી છે. ગ્રાહકો પોતાની મનપસંદ 22 કેરેટની ડિઝાઇન મોકલીને તેને 9 કેરેટમાં કસ્ટમાઇઝ કરાવી શકે છે, જેનાથી અંદાજે ₹10 લાખમાં બનતી સોનાની આઇટમ માત્ર ₹5 લાખ જેવી અડધી કિંમતમાં તૈયાર થઈ શકે છે. સસ્તા દાગીનાની લાલચમાં આવી છેતરાતા નહીં ભોગ બનનાર જસ્મીન કથીરીયાએ આગામી તહેવારો અને લગ્નની સીઝનને ધ્યાને રાખીને અન્ય કોઈ ગ્રાહક આવી છેતરપિંડીનો ભોગ ન બને તે માટે તેણે લોકોને સો.મીડિયાની રિલ્સથી ન ભરમાઈને જૂના અને વિશ્વસનીય જ્વેલર્સમાંથી જ સોના-ચાંદીના ઘરેણા ખરીદી કરવાની અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત નવી સિવિલમાં દોઢ મહિનામાં બીજા ડૉક્ટરનો આપઘાત:ધારદાર વસ્તુથી હાથની નસ કાપી, એનાટોમી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
    Next Article
    નખત્રાણામાં ‘સેવા સેતુ’થી લોકોને સરકારી યોજનાનો લાભ મળ્યો:ઘરઆંગણે યોજનાઓનો લાભ લેવા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment