Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ભય જસાણી 99.99 PR સાથે રાજ્યમાં પ્રથમ:આલ્ફા વિદ્યા સંકુલના વિદ્યાર્થીએ ગુજરાતમાં ટોપ કર્યું

    9 hours ago

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10ના પરિણામમાં જૂનાગઢ સ્થિત 'આલ્ફા વિદ્યા સંકુલ'ના વિદ્યાર્થી નિર્ભય જસાણીએ 99.99 PR (પર્સેન્ટાઈલ રેન્ક) મેળવીને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામના વતની નિર્ભયે આ સિદ્ધિ મેળવી સંસ્થા અને સોરઠ પંથકનું નામ રોશન કર્યું છે. એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા નિર્ભયે તેની આ સિદ્ધિ દરમિયાન ગણિત અને વિજ્ઞાન સહિત કુલ ચાર વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. ખેતીકામ કરીને ઘર ચલાવતા પિતાના આ પુત્રએ હવે સર્વોત્તમ કારકિર્દી બનાવવાનું સપનું સેવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જાહેર થયેલા ધો. ૧૨ સાયન્સના પરિણામ માં પણ સુત્રાપાડા ના ઉંબરી ગામનો વાણવી ધમેન્દ્ર ૯૯.૯૯% સાથે ગુજરાત પ્રથમ છે. આલ્ફા વિદ્યા સંકુલનું પરિણામ માત્ર એક ટોપર પૂરતું સીમિત નથી. આ વર્ષે સંસ્થાના કુલ 25 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ અને 43 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ પ્રાપ્ત કરી સંસ્થાની વર્ષોની શ્રેષ્ઠતાની પરંપરા જાળવી રાખી છે. છેલ્લા એક દાયકાથી આલ્ફા વિદ્યા સંકુલ JEE, NEET અને બોર્ડની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ આપીને સૌરાષ્ટ્રનું 'એજ્યુકેશન હબ' બની ગયું છે. સંસ્થાના ટ્રસ્ટી પ્રતીકભાઈ પટેલે જણાવ્યું હતું કે, "આ પરિણામ અમારી ટીમ અને વિદ્યાર્થીઓની તપસ્યાનું ફળ છે." સંચાલકો અતુલભાઈ વઘાસીયા અને રવિરાજભાઈ ખુમાણએ હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે, "અમારી સંસ્થા મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી તારલાઓને શોધીને તેમને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય કરે છે. હજારો વાલીઓનો વિશ્વાસ અને શિક્ષકોનો પરિશ્રમ આજે ગુજરાતમાં પ્રથમ ક્રમાંકના રૂપમાં દેખાઈ રહ્યો છે." સંસ્થામાં દીકરા-દીકરીઓ માટે અલગ હોસ્ટેલ અને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણનો સમન્વય સ્પષ્ટ દેખાય છે. આ ભવ્ય સફળતા બદલ સમગ્ર જૂનાગઢ પંથકમાં ખુશીનો માહોલ છે અને આલ્ફાની ટીમ ઉપર ચોતરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હેલ્પ્સ ફાઉન્ડેશન જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કરયું:આર્થિક મુશ્કેલીમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડવા પ્રયત્ન
    Next Article
    વડોદરામાં નશાકારક દવાઓના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી:સાઇકોટ્રોપિક દવાઓના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ બદલ શિવાની મેડિસિનનું લાયસન્સ કાયમી રદ, અગાઉ પણ ગેરરીતિઓ સામે આવતા દુકાનનું લાયસન્સ 30 દિવસ માટે સસ્પેન્ડ કરાયું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment