Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મ્યુલ એકાઉન્ટમાં 99.39 લાખના ટ્રાન્જેક્શન થયા:નારણપુરામાં યુવકે કમિશન માટે એકાઉન્ટ ખોલવી મિત્રને આપ્યું, એકાઉન્ટ વિરુદ્ધ 16 ફરિયાદ નોંધાઈ

    2 days ago

    ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ માટે ઓપરેશન મ્યુલ હંટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત બેંક એકાઉન્ટ ભાડે આપનાર અથવા કમિશનર મેળવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહીં છે. ત્યારે નારણપુરામાં બેંક એકાઉન્ટ કમિશન પર આપનાર યુવકની ધરપકડ કરી છે.આરોપીના બેંક એકાઉન્ટમાં 99 લાખથી વધુના ટ્રાન્જેક્શન થયા છે. બેંક એકાઉન્ટ વિરુદ્ધમાં સમન્વય પોર્ટલ પર 16 ફરિયાદ નારણપુરા પોલીસના સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા ઓપરેશન મ્યુલ હંટ 2.0 હેઠળ વાડજમાં રહેતા સંજય તોલાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સંજયનું બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ છે. આ બેંક એકાઉન્ટ વિરુદ્ધમાં સમન્વય પોર્ટલ પર 16 જેટલી ફરિયાદ થઈ છે. 99.39 લાખના ટ્રાન્ઝેકશન બેંક એકાઉન્ટમાં 99.39 લાખ રૂપિયાના ટ્રાન્ઝેકશન મળી આવ્યા છે. અલગ અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડના 99 લાખથી વધુની રકમ આ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. સંજય અને વિપુલ વિરુદ્ધ ગુનો નોધી સંજયની ધરપકડ સંજયની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેને એમેઝોન અને ફ્લિપકાર્ડ પર કપડા વેચાણ માટે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવ્યું હતું. આ બેંક એકાઉટ સંજયે 8 દિવસ માટે વિપુલ વર્મા નામના વ્યક્તિને આપ્યું હતું. વિપુલ વર્માએ એકાઉન્ટમાં ફ્રોડના નાણાના ટ્રાન્ઝેક્શન કર્યા હતા જેના બદલામાં સંજયને કમિશન આપવામાં આવ્યું હતું. નારણપુરા પોલીસે સંજય અને વિપુલ વિરુદ્ધ ગુનો નોધી સંજયની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'મોદીજીનો નારો હતો ઘર ઘર શૌચાલય,15 દિવસથી કોઈ આવતું નથી':સુરતમાં ભૂતિયા ડિમોલિશન બાદ ખુલ્લામાં શૌચ માટે મહિલાઓ સહિત પીડિતો મજબૂર, મોબાઈલ ટોઈલેટની વ્યવસ્થાની માગ
    Next Article
    E20 पेट्रोल में Ethanol की वजह से खराब हो रही गाड़ियां? Mechanics ने Petrol पर क्या खुलासे किये?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment