Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારા નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં પ્રાથમિક સુવિધા મુ્દ્દો:પાણી, આરોગ્ય સહિત સુવિધાઓ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ, 9918 મતદારોનો ફેંસલો કરશે

    14 hours ago

    મોરબી જિલ્લાની નવનિર્મિત ટંકારા નગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીનો જંગ જામ્યો છે. ગ્રામ પંચાયતમાંથી અપગ્રેડ થયા બાદ પાલિકા તરીકેની આ પહેલી જ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામસામે છે. જોકે, રાજકીય પક્ષોના જીતના દાવાઓ વચ્ચે સ્થાનિક મતદારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લાઈટ, પાણી અને રોડ-રસ્તા જેવા પાયાના પ્રશ્નો આ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે. મતદારોનું ગણિત ટંકારા ગ્રામ પંચાયત વિસ્તાર ઉપરાંત જબલપુર ગ્રામ્ય વિસ્તારની આર્યનગર સોસાયટીનો પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે હવે પાલિકાના કુલ મતદારોની સંખ્યા 9,918 પર પહોંચી છે. આ મતદારો પ્રથમ વખત નગરપાલિકાના પ્રતિનિધિઓ ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી મેદાનમાં 6 વોર્ડમાં ઉમેદવારો વોર્ડ 1: ભાજપના જયેશ ભટાસણા, ભારતી પાંચોટીયા, મનિષા દુબરીયા અને સિરાજ અબ્રાણી સામે કોંગ્રેસના કુમાર ત્રિવેદી, જ્યોત્સના લો, મહેશ મેરા અને મિતલ કક્કડ મેદાનમાં છે. બસપા તરફથી કનૈયાલાલ બાબરીયા સહિત 3 ઉમેદવારો લડી રહ્યા છે. વોર્ડ 2: ભાજપના જયસુખ સારેસા, મનિષા દતેસરીયા, મુકેશ ભૂકુ અને સરોજ ખોખાણીનો સામનો કોંગ્રેસના ગિરિશ ઘેટિયા, જીનત મોડ, નિલેશ રાઠોડ અને સિધ્ધિ પાચોટીયા સાથે થશે. વોર્ડ 3: ભાજપના અર્જુન ઝાપડા, જયદીપ જાની, પાયલ કુકડિયા અને પુનમ આશર સામે કોંગ્રેસના ગીતા દુબરીયા, પરેશ ફેફર, મંજુલા ઝાપડા અને રમેશ ભુંભરીયા નસીબ અજમાવી રહ્યા છે. વોર્ડ 4: અહીં ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. ભાજપના આરીફ ભુંગર અને સલીમ માડકીયા સામે કોંગ્રેસના અબ્દુલ ચૌધરી અને ગફાર ભુંગર મેદાનમાં છે. જ્યારે બસપા અને અપક્ષ ઉમેદવાર કનુ ઝાંપડા પણ રેસમાં છે. વોર્ડ 5: ભાજપના આશા કટારીયા, પંકજ કારેલીયા, મુક્તા મેરજા અને રશ્મિકાંત દુબરીયા સામે કોંગ્રેસના નાગજી ઝાંપડા, રોશન સેરસીયા, સુનિતા ગોધાણી અને હસમુખ જીવાણી વચ્ચે મુકાબલો છે. વોર્ડ 6: ભાજપના અકશાબાનુ સોહવંદી, નિશા મહેતા, પ્રતિક આચાર્ય અને મીરાજ કટારીયા સામે કોંગ્રેસના ગોપાલ ઝાંપડા, સલીમ ભાણુ, મિના ત્રિવેદી અને હેતલ ગૌસ્વામી ચૂંટણી લડી રહ્યા છે. 'સુવિધા આપો, વોટ લો' ટંકારાના શહેરી વિસ્તારમાં વસતા લોકોનું કહેવું છે કે પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો તો મળ્યો, પરંતુ સુવિધાઓમાં હજુ કોઈ સુધારો થયો નથી. અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અનિયમિતતા અને ખખડધજ રસ્તાઓ મુખ્ય સમસ્યા છે. રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે, પરંતુ જનતા આ વખતે પાયાની સુવિધાઓના આધારે જ મતદાન કરવાના મૂડમાં જણાય છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં 630 કરોડપતિ ઉમેદવારો, 23% પર ક્રિમિનલ કેસ:53% ઉમેદવારો ગ્રેજ્યુએટ પણ નથી, માત્ર 13% મહિલાઓને ટિકિટ; 192 પર મહિલાઓ વિરુદ્ધ કેસ
    Next Article
    વહીવટી તંત્ર સામે ભીમ આર્મી અને દલિત સમાજનું રણશિંગું.:'કરો કૌભાંડ, લૂંટો દેશ' માણાવદરના 39 કરોડના કૌભાંડ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે અનુ.જાતિ સમાજનું કલેક્ટરને આવેદન; ચૂંટણી બૂથ બહાર પ્રદર્શનની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment