Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રના 9,868 ઉમેદવારની રાજકોટમાં બે શિફ્ટમાં TAT(HS)ની કસોટી:સિલેબસમાં ફેરફાર કરાતા મુશ્કેલી, ઉમેદવારે કહ્યું 'ઝડપી ભરતી નહીં થાય તો ઉંમરના પ્રશ્નો નડશે'

    1 day ago

    ગાંધીનગર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે TAT (HS)ની મુખ્ય પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં રાજકોટ જિલ્લામાં 57 પરીક્ષા કેન્દ્ર ઉપરથી સૌરાષ્ટ્રના 9,868 ઉમેદવારની કસોટી છે. પ્રથમ શિફ્ટમાં સવારે 10.30 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યા સુધી હતી. જ્યારે બીજી શિફ્ટમાં પેપર 3 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે અને સાંજે છ વાગ્યા સુધીનો સમય છે. ઉમેદવારે કહ્યું 'ઝડપી ભરતી નહીં થાય તો ઉંમરના પ્રશ્નો નડશે'. અન્ય મહિલા ઉમેદવારનું કહેવું છે કે, ભારતનું ભવિષ્ય મારા હાથે ઘડાય એ જ મારું ધ્યેય છું. 'નોકરી સાથે પરીક્ષાની તૈયાર કરી છે' રાજકોટની ન્યૂ એરા સ્કૂલમાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર ઉપેન્દ્રભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે, મારું વતન જામજોધપુર તાલુકો છે. મે 2023માં પરીક્ષા આપેલી ત્યારે હું પાસ થયો હતો. પરંતુ વધારે સ્કોર મેળવવા આ વખતે આ પરીક્ષા પાસ કરવાનો ગોલ રાખ્યો છે. હાલ સીદસરમાં વિજયાપુરા વિદ્યાસંકુલમાં નોકરી કરું છું. નોકરી કરવાની સાથે આ પરીક્ષાની પણ તૈયારી કરતો હતો. 'ભરતીમાં મોડું થશે તો ઉંમરનો પ્રશ્ન નડશે' ઉપેન્દ્રભાઈએ વધુમાં કહ્યું, જો ભરતી થવામાં મોડું થાય, તો જે ત્રણ વર્ષ પહેલા પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારો માટે ઉંમરનો પ્રશ્ન ઊભો થાય છે. જો ઉંમર વધી જાય તો અમે બાકાત રહી જઈએ છીએ. હું વર્ષ 2005થી સેલ્ફ-ફાઈનાન્સ શાળામાં ભણાવું છું. જો સરકારી શિક્ષક તરીકે પસંદગી થઈ જાય તો તે ખૂબ સારું રહે. 'ભારતનું ભવિષ્ય મારા હાથમાં ઘડાય એ જ મારું ધ્યેય' સોનલ ગઢિયાએ કહ્યું, હું છેલ્લા એક વર્ષથી 12 કલાક તૈયાર કરી છું. પણ આ વખતે પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમ કે, બે નિબંધ, બે સંક્ષેપીકરણ, પત્ર લેખન, એના માટે વધારે ટાઈમ નથી મળતો. તો એ પ્રમાણે અમે લખીએ તો માર્કિંગ મળે છે, તો થોડો વહેલો ટાઈમ આપવો જોઈએ. મારા પરિવારમાં કોઈ શિક્ષક નથી, એટલે ભારતનું ભવિષ્ય મારા હાથમાં ઘડાય એ જ મારો ગોલ (ધ્યેય)છે. ઉલ્લેખનીય છે કે, પ્રિલિમિનરી કસોટીમાં રાજ્યભરના 1,47,584 ઉમેદવારે પરીક્ષા આપી હતી, જેમાંથી 70 કે તેથી વધુ ગુણ મેળવી પાત્ર 51,971 ઉમેદવાર આ મુખ્ય પરીક્ષા આપી રહ્યા છે. અગાઉ ભારે વરસાદની આગાહીને કારણે બે વખત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જો કે આ વખતે વાતાવરણ સારું હોવાથી પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્ય પરીક્ષા બોર્ડની SOPનું ચુસ્તપણે પાલન કરવા કેન્દ્ર સંચાલકોને સૂચના પણ આપવામાં આવી છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઈકોનોમિક્સ, સ્ટેટ, ફિલોસોફી, સોશિયોલોજી, સાયકોલોજી, ભૂગોળ, ઈતિહાસ, પોલિટિકલ સાયન્સ, એકાઉન્ટ એન્ડ કોમર્સ, ફિઝિકલ એજ્યુકેશન, કમ્પ્યુટર, એગ્રિકલ્ચર, સોશિયલ સાયન્સ એમ કુલ 21 વિષયના શિક્ષક માટે પરીક્ષા યોજાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં અડધી રાતે ધમાલ મચાવનાર 3 ઝડપાયા:સ્થાનિકોના ઘર પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ મચાવી હતી, કુંભારવાડા પોલીસે બુટલેગર સહિત 3ની ધરપકડ કરી
    Next Article
    Akali Dal-BJP Alliance Loading? Day After Meet With PM, Sukhbir Badal Supports Delimitation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment