Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ હાઇવે પર 97.74 લાખનો દારૂ ઝડપાયો:પશુ આહારની આડમાં લઈ જવાતો હતો જથ્થો, એક આરોપી ઝડપાયો

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને તેમની ટીમે જિલ્લામાં પસાર થતા હાઇવે અને સીમ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, વઢવાણના બલદાણા ગામના પાટિયા પાસે આવેલી ગેલોપ્સ હોટલ નજીક રાજકોટ હાઇવે પરથી એક આઇસર ગાડીને રોકવામાં આવી હતી. આ ગાડીમાં પશુ આહારની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 87,44,640ની કિંમતનો દારૂ અને બિયર જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં કુલ રૂ. 97,74,640નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં રૂ. 10,00,000ની આઇસર ગાડી, રૂ. 10,000નો મોબાઇલ ફોન અને રૂ. 20,000ની કિંમતના 200 પ્લાસ્ટિકના કટ્ટા (પશુ આહાર)નો સમાવેશ થાય છે. પોલીસે ગાડીના ચાલક અચલારામ આસુરામ સિયગ જાટ (રહે. આરવા ગામ, તા. ચીતલવાના, જિ. જાલોર, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં દારૂ મોકલનાર બાબજી (રહે. ચોહટન, રાજસ્થાન), દારૂ ભરેલી ગાડી આપનાર અજાણ્યો માણસ, ટ્રક રજી.નં. GJ-15-AV-7102નો માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા માણસ સહિત અન્ય આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ તમામ વિરુદ્ધ વઢવાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલ.સી.બી. ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા તથા સ્ટાફના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ કોલા, પો.કોન્સ. કુણાલસિંહ ઝાલા, પો.કોન્સ. ભરતભાઇ સભાડ, પો.કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા અને પો.કોન્સ. મેહુલભાઇ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    સલીમ ખાનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયો:સલમાનના પિતા એક મહિનાથી લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા; બ્રેઈન હેમરેજ બાદ થઈ હતી સર્જરી
    Next Article
    સતાધાર ફ્લાય ઓવરબ્રિજ 1 એપ્રિલે શરૂ થઈ શકે:95% કામગીરી પૂર્ણ, બ્રિજ શરૂ થવાથી રોજના 50 હજાર વાહનચાલકોને ફાયદો થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment