Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતાધાર ફ્લાય ઓવરબ્રિજ 1 એપ્રિલે શરૂ થઈ શકે:95% કામગીરી પૂર્ણ, બ્રિજ શરૂ થવાથી રોજના 50 હજાર વાહનચાલકોને ફાયદો થશે

    3 days ago

    શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા બ્રિજ બનાવવા આવી રહ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડીયાના સતાધાર ચાર રસ્તા પર બની રહેલા ફ્લાયઓવર બ્રિજની કામગીરી લગભગ 95 ટકા પૂર્ણ થઈ ચૂકી છે. આગામી 1 એપ્રિલથી બ્રિજને વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવી શકે છે. બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ નહીં મુખ્યમંત્રીના અથવા મંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવી શકે છે. બ્રિજ શરૂ થતા રોજના 50,000થી વધુ વાહનચાલકોને ફાયદો થશે. બ્રિજ શરૂ થતાં પશ્ચિમ વિસ્તારના નાગરિકોને રાહત મળશે સતાધાર ચાર રસ્તા પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 103.63 કરોડ રૂપિયાના ખર્ચે 975 મીટર લાંબો અને 16.5 મીટર પહોળો 4 લેન બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જેની કામગીરી 95 ટકા સુધી પૂર્ણ થઇ ચૂકી છે અને 31 માર્ચ સુધીમાં આ બ્રિજ બનીને તૈયાર થઈ શકે તેમ છે. આ ફ્લાયઓવર શરૂ થતાં ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરી જેવા વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી સરળ બનશે. હાલમાં આ વિસ્તારોમાં ડાયવર્ઝન અને ટ્રાફિકજામને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બ્રિજ શરૂ થયા બાદ પ્રતિદિન અંદાજે 1.5 લાખ વાહનચાલકોને સીધી રાહત મળશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. ટૂંક સમયમાં બ્રિજ ખુલ્લો મુકાઈ શકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજની સાથે પેવમેન્ટ, મિડિયન, સ્ટ્રીટલાઇટ અને અન્ય આધારભૂત સુવિધાઓનું કામ પણ હાથ ધરાયું છે. બાકી રહેલાં કામમાં ફિનિશિંગ અને સલામતી સંબંધિત કામગીરી પણ કરવામાં આવી છે. એક અઠવાડિયાથી દસ દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જતા ટૂંક સમયમાં જ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણ હાઇવે પર 97.74 લાખનો દારૂ ઝડપાયો:પશુ આહારની આડમાં લઈ જવાતો હતો જથ્થો, એક આરોપી ઝડપાયો
    Next Article
    વોટર સ્પ્રિંકલર, આઈસ કેન્ડી અને ORS યુક્ત પાણીની વિશેષ વ્યવસ્થા:સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની આકરી ગરમીથી વન્યજીવોને રાહત મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment