Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઇલ્ડલાઇફ બોર્ડના ‘રબર સ્ટેમ્પ’ વલણ સામે દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ:97% પ્રોજેક્ટોને આડેધડ મંજૂરી આપવા બદલ કેન્દ્ર અને NBWLને નોટિસ

    1 week ago

    ભારતના સંકોચાતા જતા જંગલો અને વન્યજીવ અભયારણ્યોના રક્ષણ મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (NBWL) સામે કડક વલણ અપનાવ્યું છે. વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રના દિગ્ગજો અને નિવૃત્ત વન અધિકારીઓ (IFS) દ્વારા દાખલ કરાયેલી એક મહત્વપૂર્ણ જનહિત અરજી (PIL) પર સુનાવણી કરતા હાઈકોર્ટે પ્રતિવાદીઓને ૪ અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 18 સપ્ટેમ્બર, 2026ના રોજ નિયત કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની બેંચ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન અદાલતે અત્યંત ગંભીર મૌખિક ટિપ્પણી કરી હતી. ચીફ જસ્ટિસે અવલોકન કર્યું હતું કે, વન્યજીવોના રક્ષણ માટે બનેલી સ્ટેન્ડિંગ કમિટી (SC NBWL) હવે એક સ્વતંત્ર સંસ્થા રહેવાને બદલે સંપૂર્ણપણે સરકારની જ એક શાખા (arm of the government) બની ગઈ હોય તેવું પ્રતીત થાય છે. અદાલતે કડક શબ્દોમાં જણાવ્યું કે આ કમિટીની પુનઃરચના કાયદાકીય જોગવાઈઓ અને વૈધાનિક જરૂરિયાતો મુજબ જ થવી જોઈએ. શું છે સમગ્ર વિવાદ? અરજદારો પ્રકૃતિ શ્રીવાસ્તવ (નિવૃત્ત IFS), ડૉ. એમ.કે. રણજિતસિંહ (નિવૃત્ત IAS) અને અન્ય પર્યાવરણવિદો વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંતો સી. સેન અને શિબાની ઘોષે કમિટીની ચોંકાવનારી કાર્યપદ્ધતિ કોર્ટ સમક્ષ મૂકી હતી: 13 વર્ષ સુધી મુખ્ય બોર્ડની બેઠક જ ન મળી! અદાલતમાં રજૂ કરાયેલા સત્તાવાર દસ્તાવેજો અનુસાર, મુખ્ય નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ (NBWL)ની નિયમ મુજબ વર્ષમાં એકવાર બેઠક મળવી અનિવાર્ય છે. પરંતુ આશ્ચર્યજનક રીતે વર્ષ 2012 પછી સીધી 2025માં (13 વર્ષના લાંબા ગાળા બાદ) વડાપ્રધાનની અધ્યક્ષતામાં આ બોર્ડની 7મી બેઠક મળી હતી. આ લાંબા ગાળા દરમિયાન બોર્ડના બદલે તેની સ્ટેન્ડિંગ કમિટીએ જ મનસ્વી રીતે તમામ નિર્ણયો લીધા છે. વધુમાં, માર્ચ 2026માં કરાયેલી કમિટીની પુનઃરચનામાં પણ કાયદા મુજબ NBWLના બદલે કેન્દ્ર સરકારે સીધી દખલ કરી સરકારી અધિકારીઓ અને નિવૃત્ત અમલદારોની બહુમતી ગોઠવી દીધી હોવાનો મુદ્દો પણ અરજીમાં ઉઠાવવામાં આવ્યો છે. ભારતનો ભૌગોલિક રીતે માત્ર 5.28%થી 5.43% હિસ્સો જ સુરક્ષિત વિસ્તારો હેઠળ બચ્યો છે. એવામાં જો કાયદાના રક્ષકો જ આ પ્રકારે જંગલોનું કાયમી નિકંદન કાઢતા પ્રોજેક્ટ્સને મંજૂરી આપશે, તો દેશની જૈવવિવિધતા, પર્યાવરણ અને નાગરિકોના બંધારણીય અધિકારો જોખમમાં મુકાશે એવી ગંભીર ચિંતા અરજીમાં વ્યક્ત કરાઈ છે. હવે આ મામલે સપ્ટેમ્બરમાં થનારી આગામી સુનાવણી પર દેશભરના પર્યાવરણવિદોની નજર રહેશે.
    Click here to Read More
    Previous Article
    BJP-linked lawyer offered my MLA Rs 30 crore: Omar Abdullah before statehood protest
    Next Article
    સુરેન્દ્રનગર SOGએ ખાણ ખનીજ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો:સાયલા પોલીસ સ્ટેશનના છ મહિના જૂના કેસમાં એક આરોપી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment