Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી: કારમાંથી 960 દારૂની બોટલ જપ્ત:તાલુકા પોલીસે 3.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, આરોપી ફરાર

    11 घंटे पहले

    મોરબી તાલુકા પોલીસે આંદેરણા ગામ નજીકથી એક કારમાંથી વિદેશી દારૂની 960 બોટલ જપ્ત કરી છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 3,76,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, દરોડા દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન હોવાથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે, આંદેરણા ગામ સામેના પાધેડા વિસ્તારમાં એક સફેદ કલરની હ્યુન્ડાઈ વર્ના કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 960 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 76,800 આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે GJ 1 KP 1882 નંબરની વર્ના કાર પણ કબજે કરી છે, જેની કિંમત રૂ. 3 લાખ છે. આમ, કુલ રૂ. 3,76,800 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા સમયે આરોપી હાજર ન હોવાથી પોલીસે કારના નંબરના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. પીઆઈ જે.ડી. સરવૈયાની સૂચના મુજબ, પીએસઆઈ સી.એસ. સોંદરવા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ફરાર આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં IPLની ટ્રોફીનો વરઘોડો નિકળ્યો:તારક મહેતા સિરિયલની હીરોઈને ક્યા ક્રિકેટરને ટાર્ગેટ કર્યો?; ફાઈનલ પહેલા જુઓ IPLની સૌથી મસાલેદાર મોમેન્ટ્સ
    Next Article
    'ખ્રિસ્તીઓ લૂલા-લંગડાને દોડતા કરે છે, ત્યાં જાઓને':'ખાલી ભુવા ભરાડા પાછળ પડ્યા રહો છો', રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલાં સુરત બજરંગદળ પ્રમુખનો જયંત પંડયાને ખુલ્લો પડકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment