Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાવ્યા ફરસરામે અનોખી સફળતા મેળવી:અંધત્વ ધરાવતી છાત્રાએ 95.67 ટકા પ્રાપ્ત કર્યા‎

    9 hours ago

    ભરૂચ જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં ભરૂચ શહેરની નારાયણ વિદ્યાલયની બે દિવ્યાંગ વિદ્યાર્થીનીઓએ પોતાની દ્રઢ ઈચ્છાશક્તિ અને મહેનતથી પ્રેરણાદાયક સફળતા મેળવી છે. શાળાની વિદ્યાર્થીની કાવ્યા કિશનભાઈ ફરસરામ, જે બાળપણથી જ આશરે 90 ટકા અંધત્વ ધરાવે છે, તેણે ધોરણ 10ની પરીક્ષામાં 95.67 ટકા અને 99.50 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. કાવ્યા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે; તેના પિતા દહેજની ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જ્યારે માતા નર્મદા જિલ્લામાં સરકારી શિક્ષિકા છે. કાવ્યાએ નાનપણથી જ અભ્યાસ પ્રત્યે ઊંડો રસ દાખવ્યો હતો. જોઈ શકતી ન હોવા છતાં, તેણે સાંભળીને અભ્યાસ કરવાની પદ્ધતિ અપનાવી અને શંકાઓનું નિરાકરણ શિક્ષકો પાસેથી મેળવ્યું. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, તેણે યુટ્યુબ અને ડિજિટલ પ્લેટફોર્મ્સની મદદથી પોતાની તૈયારી મજબૂત બનાવી. પરીક્ષા દરમિયાન, તેણે લહિયા તરીકે મિત્રની સહાયથી તમામ પ્રશ્નપત્રો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. ભવિષ્યમાં કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે. આ જ શાળાની અન્ય એક વિદ્યાર્થીની, ગ્રીષ્મા રતીશભાઈ માછી, જે શારીરિક રીતે દિવ્યાંગ છે અને ગરીબ પરિવારમાંથી આવે છે, તેણે પણ પડકારોનો સામનો કરીને 90.66 ટકા મેળવી A1 ગ્રેડ હાંસલ કર્યો છે. હાથ અને પગમાં તકલીફ હોવા છતાં, તેણે સતત મહેનત અને પરિવારના સહકારથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિશેષ કિસ્સાઓમાં છાત્રો‎માટે લોહિયાઓની વ્યવસ્થા‎ ભરૂચ જિલ્લામાં સતત પ્રગતિ જોવા મળી રહી છે. વર્ષ 2024માં જિલ્લાનું પરિણામ 81.12 ટકા હતું, જે વર્ષ 2025માં વધીને 83.58 ટકા થયું હતું. આ વર્ષે 84.15 ટકા પરિણામ સાથે ગત વર્ષ કરતા અંદાજે અડધા ટકાનો વધારો નોંધાયો છે. પરિણામ જાહેર થતાની સાથે જ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે વિશેષ કિસ્સાઓમાં શિક્ષણ વિભાગ તરફથી લોહિયાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    16 બેઠક ધરાવતી સત્તા માટેનો કોયડો વધુ ગુંચવાયો‎:નેત્રંગ તાલુકા પંચાયતના આપના વિજેતા‎ઉમેદવારનું હૃદયરોગના હુમલાથી મોત‎
    Next Article
    CBSE 12th Result 2026 Live Updates: Official websites to download Class 12th results, when released?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment