Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફ્રાન્સ અને લાતવિયામાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ:આણંદના યુવક પાસેથી વડોદરાના એજન્ટે 9.50 લાખ રૂપિયા પડાવ્યા, વિદેશમાં મોકલી TRC કાર્ડના નામે પણ ધક્કા ખવડાવ્યા

    18 hours ago

    વિદેશમાં સારી નોકરી અને કમાણીના સપના સાથે કન્સલ્ટન્સીનો સંપર્ક કરનાર આણંદના 23 વર્ષીય યુવક સાથે રૂ.9.50 લાખની છેતરપિંડી કરવામા આવી છે. ફ્રાન્સમાં વર્ક વિઝા અપાવવાના વાયદાથી શરૂ થયેલી વાતચીત બાદ યુવકને લાતવિયા મોકલવામાં આવ્યો હતો. જોકે ત્યાં પહોંચ્યા બાદ પણ નોકરી અને TRC કાર્ડનું કામ પૂર્ણ ન થતાં આખરે યુવકને ખાલી હાથે ભારત પરત ફરવાની ફરજ પડી હતી. રૂપિયા પરત નહીં મળતા તથા વિઝા પણ નહીં કાઢી આપતા યુવકે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આણંદ જિલ્લાના નિસરાયા ગામના યુવકે નોધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2024માં સયાજીગંજ મનુભાઈ ટાવરમાં આવેલી વાયબ્રન્ટ ઓવરસીઝનો સંપર્ક કર્યો હતો. કન્સલ્ટન્સીના સંચાલક પંકજ સંઘવીએ ફ્રાન્સમાં નોકરી સાથે રહેવા-જમવાની સુવિધા અને વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી રૂ.6.50 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. યુવકે શરૂઆતમાં રૂ.50 હજાર ચૂકવ્યા હતા. જોકે ત્રણ-ચાર મહિના બાદ પણ વિઝાનું કામ આગળ ન વધતાં તેણે રકમ પરત માંગી હતી. આ પછી પંકજ સંઘવીએ ફ્રાન્સના બદલે લાતવિયામાં નોકરી અપાવવાની વાત કરી હતી. બિઝનેસ વિઝા પર લાતવિયા પહોંચ્યા બાદ ચાર-પાંચ દિવસમાં વર્ક પરમિટ અને TRC કાર્ડ મળી જશે તેવી ખાતરી આપવામાં આવી હતી. યુવકે અલગ-અલગ તારીખે પંકજ સંઘવી તથા તેમના જણાવ્યા મુજબ મનીષ ઠક્કરના ખાતામાં રૂ.9.50 લાખ ચૂકવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. 9 ફેબ્રુઆરી 2026ના રોજ યુવક લાતવિયા પહોંચ્યો ત્યારે એરપોર્ટ પર તેને લેવા કોઈ આવ્યું નહોતું. ત્યારબાદ હોટલમાં રોકાણ કરાવી TRC કાર્ડ માટે 28 દિવસ સુધી વાયદા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વધુ 6 હજાર યુરોની માંગણી કરવામાં આવતા યુવકે રકમની વ્યવસ્થા ન કરી શકતાં 11 માર્ચે ભારત પરત ફરવું પડ્યું હતું. યુવકની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને યુવક પાસેથી લેવામાં આવેલી રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તે સહિતની હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના ધારાસભ્યોના ટ્રાફિક મુદ્દે કમિશનરને ઉપરાઉપરી પ્રશ્રો:કહ્યું-રોડ પરની ગેરકાયદે નોનવેજ-ઈંડાની લારીઓ દૂર કરો, કાલુપુર રેવડી બજાર પાસે શંકાસ્પદ પ્રવૃત્તિ બંધ કરાવો
    Next Article
    પ્રજ્ઞાનંદ ગ્રાન્ડ ચેસ ટૂર ટુર્નામેન્ટના ફાઇનલમાં પહોંચ્યો:જર્મનીના કીમરને 19-9થી હરાવ્યો; હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન કારુઆના સામે મુકાબલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment