Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજી ડેમ પાસે કનૈયા ડેરીમાં ફૂડ વિભાગની રેડ:95 કિલો અખાદ્ય મીઠાઈ-માવાનો નાશ, શંકાસ્પદ ઘીના નમુના લેવાયા; તહેવારો પહેલા લોકોના આરોગ્ય સાથે ચેડાં

    17 घंटे पहले

    રાજકોટના આજીડેમ વિસ્તારમાં તહેવારો પહેલા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો મામલો સામે આવ્યો છે. 6 ઑગસ્ટે આજીડેમ પોલીસ અને RMCના ફૂડ વિભાગે દીનદયાળ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં કનૈયા ડેરી ફાર્મ પર સંયુક્ત દરોડો પાડ્યો હતો. સર્વેલન્સ સ્ક્વોર્ડને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ત્વરિત કામગીરી કરવામાં આવી હતી. ગંદકી અને અખાદ્ય મીઠાઈનો નાશ તપાસ દરમિયાન સ્થળ પર અત્યંત ગંદકી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણ જોવા મળ્યું હતું. ફ્રિજ ખોલતા જ માખીઓ ઉડતી જોઈ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. સ્થળ પરથી ₹35,000ની કિંમતનો 95 કિલો ભેળસેળયુક્ત અખાદ્ય માવો, પેંડા અને મીઠાઈ મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. શંકાસ્પદ ઘીના સેમ્પલ લેબમાં મોકલાયા મીઠાઈ બનાવવા માટે વપરાતા ઘીમાં પણ પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળ હોવાની શંકા જણાતા ફૂડ વિભાગે તેના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ જો ભેળસેળ સાબિત થશે તો સંચાલક સામે વધુ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ડેરી સીલ અને વેપારીની અટકાયત ગંભીર બેદરકારી અને ગંદકીને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે કનૈયા ડેરી ફાર્મને સીલ કરી દીધું છે. બીજી તરફ, આજીડેમ પોલીસે પેઢીના માલિક રામશીભાઈ ગોકળભાઈ ખાંભલાની અટકાયત કરીને કાયદાકીય કલમો હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા ભેળસેળિયાઓને કડક ચેતવણી આગામી પવિત્ર શ્રાવણ માસ, રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોને ધ્યાન રાખીને તંત્ર દ્વારા ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા કોઈપણ ભેળસેળિયા વેપારી સામે કડકમાં કડક પગલાં લેવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ જાપ્તામાંથી ફિલ્મી સ્ટાઈલમાં ફરાર પોક્સોનો આરોપી ઝડપાયો:વડોદરાની SSG હોસ્પિટલમાં ઈન્જેક્શન માટે હાથકડી ખોલતા મુઠ્ઠીવાળીને ભાગ્યો; ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
    Next Article
    પોલીસના ધાડેધાડા ઉતર્યા, સિંધુભવન રોડ પર કારમાંથી બિયર મળી:CPની હાજરીમાં નાઇટ ડોમિનેશન ડ્રાઇવ-ચેકિંગ; કોઈપણ તકલીફ માટે 112 ડાઈલ કરવા લોકોને અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment