Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાના શહેરોમાં મોટો પગાર; 9.5% ઇન્ક્રીમેન્ટ, મેટ્રો કરતાં વધુ:રિપોર્ટ અનુસાર- 2030 સુધીમાં નોન-મેટ્રો શહેરો કુલ વપરાશમાં 50% થી વધુ યોગદાન આપશે

    12 hours ago

    દસ વર્ષ પહેલાં સુધી જે શહેરો માત્ર ‘વોલ્યુમ માર્કેટ’ ગણાતા હતા, આજે તે જ શહેરો પગાર વૃદ્ધિની દોડમાં દિલ્હી અને મુંબઈને પાછળ છોડી રહ્યા છે. ટીમલીઝના ‘જોબ્સ એન્ડ સેલરીઝ પ્રાઈમર’ રિપોર્ટ અનુસાર, 1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ 2026-27માં અમદાવાદ અને વિશાખાપટ્ટનમમાં પગાર વૃદ્ધિ 9.5% રહેવાનો અંદાજ છે. સરખામણી કરીએ તો દિલ્હી અને મુંબઈ માટે આ આંકડો 9.3-9.3% છે. મતલબ સ્પષ્ટ છે - આ બે મધ્યમ કદના શહેરોએ દેશના બે મોટા ‘બિઝનેસ સેન્ટર્સ’ને પાછળ છોડી દીધા છે. નાગપુર અને જયપુર પણ 9.3% પગાર વૃદ્ધિ સાથે દિલ્હીની બરાબરી કરી રહ્યા છે. આ બદલાવ અચાનક આવ્યો નથી. તેની પાછળ નક્કર માળખાકીય કારણો છે. જેમાં ઔદ્યોગિક કોરિડોર, ઇલેક્ટ્રોનિક્સ એસેમ્બલી, ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અને સરકારની ‘રેર અર્થ મિનરલ્સ’ અને અક્ષય ઊર્જા સંબંધિત નીતિઓનો સમાવેશ થાય છે. કોઈમ્બતુર, નાગપુર અને વિશાખાપટ્ટનમ હવે સંપૂર્ણપણે ઔદ્યોગિક હબ તરીકે ઉભરી આવ્યા છે. ટીમલીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બાલાસુબ્રમણ્યનનું કહેવું છે કે, ‘હવે ગ્રામીણ અને બિન-મેટ્રો બજારો માત્ર વોલ્યુમ (વેચાણ) નથી ઇચ્છતા, તેઓ ગુણવત્તા ઇચ્છે છે. એન્ટ્રી-લેવલની કારો પાછી આવી ગઈ છે, હેચબેક વેચાઈ રહી છે અને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બિન-મેટ્રો શહેરોમાં ધડાધડ વેચાઈ રહ્યા છે. કંપનીઓને બસ ત્યાં યોગ્ય ટેલેન્ટ જોઈએ છે.’ 2030 સુધીમાં બિન-મેટ્રો શહેરો દેશના કુલ વપરાશમાં 50%થી વધુ યોગદાન આપી શકે છે. આ અનુમાન ‘કોર્પોરેટ ઇન્ડિયા’ની રણનીતિ પણ બદલી રહ્યું છે. સેક્ટરની વાત કરીએ તો, પગાર વૃદ્ધિની આગેવાની હવે IT કે બેન્કિંગ સેક્ટર નહીં, પરંતુ EV અને EV ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી રહ્યા છે. આમાં 10.2% ઇન્ક્રીમેન્ટનો અંદાજ છે. ફિનટેક 10% અને હેલ્થકેર-ફાર્મા 9.7% સાથે પાછળ છે. મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ સેક્ટરમાં 2025-26 માટે વૃદ્ધિ 9.4% રહી. પશ્ચિમ એશિયામાં યુદ્ધનો પડછાયો પણ દેખાઈ રહ્યો છે. ઇનપુટ ખર્ચ વધી રહ્યો છે અને રૂપિયો દબાણમાં છે. બાલાસુબ્રમણ્યન કહે છે કે મોટાભાગના ઇન્ક્રીમેન્ટ બજેટ માર્ચ પહેલા જ નક્કી થઈ ગયા હતા, તેથી યુદ્ધની સંપૂર્ણ અસર હજુ દેખાઈ નથી. જો આ સંઘર્ષ વધુ છ મહિના ચાલશે, તો પણ વૃદ્ધિ તો મળશે, પરંતુ જેટલો અગાઉ અંદાજ હતો તેટલી નહીં.’ ભોપાલ, જયપુર, નાગપુર જેવા ટિયર 2 શહેરોમાં 9%થી વધુ પગાર વધારો 23 સેક્ટર, 20 શહેરોની 1,268 કંપનીઓ પર આધારિત સર્વે મુજબ, ચેન્નઈ, પુણે અને હૈદરાબાદ 9.7-9.6% પગાર વધારા સાથે મેટ્રોમાં આગળ છે. અમદાવાદ, વિશાખાપટ્ટનમ 9.5% વૃદ્ધિ સાથે દિલ્હી-મુંબઈ (9.3%) થી ઉપર છે. નાગપુર, જયપુર 9.3% સાથે દિલ્હીની બરાબરી કરી રહ્યા છે. વડોદરા-ગુરુગ્રામ 9.2%, કોઈમ્બતુર 9.1%, ભોપાલ 9% સાથે મધ્ય ક્રમમાં છે. કોચી, લખનઉ, ઇન્દોર, ચંદીગઢ અને સુરતમાં 8.4-8.8% ની વચ્ચે પગાર વધારો મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આજે દુનિયાના પહેલા ટ્રિલિનિયર બની શકે છે મસ્ક:રોકેટ કંપની સ્પેસએક્સ અમેરિકી બજારમાં લિસ્ટ થશે; આ દુનિયાનો સૌથી મોટો IPO
    Next Article
    સુરતમાં કારમાંથી યુવકની લાશ મળી:ભાઈએ કહ્યું- જબરદસ્તી કોઇએ ગાડીમાં પૂર્યો હોય તો તેને સજા થાય, માનસિક અસ્થિર હતો અગાઉ પણ ઘરેથી નીકળી ગયો હતો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment