Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈમ્પેક્ટ‎:અસમાવતી બંદરે આખરે રૂ.94.97 કરોડના ખર્ચે ડ્રેજિંગ થશે : માછીમારોની મુશ્કેલી દુર થશે

    16 hours ago

    અસમાવતી બંદરે રેતીના ભરાવાના કારણે દરિયાઈ ચેનલ છીછરી થતાં માછીમારોને બોટ હંકારવામાં પડી રહેલી મુશ્કેલી અંગે દિવ્ય ભાસ્કર પોરબંદર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલ બાદ હવે તંત્ર દ્વારા ડ્રેજિંગ કામગીરીની જાહેરાત કરવામાં આવી છે. મત્સ્ય બંદરમાં રેતીનો ભરાવો દૂર કરવા રૂ.94.97 કરોડના ખર્ચે ડ્રેજિંગ કામગીરી કરવામાં આવશે, તેવી જાહેરાત પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ કરી છે. અસમાવતી બંદરની ચેનલમાં રેતી જમા થતાં ભરતીના સમયે જ મોટી બોટો પસાર થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઓટ સમયે ચેનલ છીછરી બનતી હોવાથી મોટી બોટો ભાટમાં ફસાવાનો ખતરો રહેતો હતો. સિઝનની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતા માછીમારોમાં ચિંતા જોવા મળી રહી હતી. સીઝનની શરૂઆત દરમ્યાન જ માછીમારોની સમસ્યા અંગે ભાસ્કરે અહેવાલ પસિધ્ધ કરી ડ્રેજિંગની તાતી જરૂરિયાત અંગે અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. તાજેતરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે જેમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ મારફત રૂ. 94.97 કરોડના ખર્ચે બંદર વિસ્તારમાં ડ્રેજિંગ કામગીરી કરવામાં આવશે. ડ્રેજિંગની કામગીરીથી ચેનલમાં જમા થયેલી રેતી દૂર થતાં બોટોની અવરજવર વધુ સરળ બનવાની આશા છે. ખાસ કરીને કરોડો રૂપિયાનું રોકાણ ધરાવતી મોટી બોટોને ઓટ સમયે નુકસાન થવાનું જોખમ ઘટશે. અહેવાલને પગલે તંત્ર દ્વારા ચેનલ સાફ કરવાની કામગીરી કરી હતી તા. 18/8ના રોજ દિવ્યભાસ્કરના અહેવાલ બાદ જ તંત્ર દ્વારા બંદરના મુખ પરથી મશીન દ્વારા કામચલાઉ ચેનલ સફાઈ કરવાની કામગીરી આદરી હતી. ત્યારે પણ ભાસ્કરે જણાવ્યું હતુકે, કાયમી સમસ્યા દૂર કરવા ડ્રેજિંગની તાતી જરૂરિયાત છે.
    Click here to Read More
    Previous Article
    નામ, જન્મતારીખ, સરનામું સહિતની વિગતોમાં સુધારા કરી શકાશે‎:પોરબંદરમાં હેડ પોસ્ટ ઓફિસ ખાતે 13મીએ મેગા આધાર સુધારા કેમ્પ યોજાશે
    Next Article
    Machine Applying Mehendi? Harsh Goenka Says, "Some More Jobs Gone"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment