Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં બંધ કન્ટેનરટ્રક માંથી 94.86 લાખનો દારૂ ઝડપાયો:LCBએ 84,152 બોટલ જપ્ત કરી, ચાલક ફરાર; ખોટી નંબર પ્લેટનો ઉપયોગ થયો

    5 days ago

    વલસાડમાં LCBએ પારનેરા-યણવઈ ઓવરબ્રિજના સર્વિસ રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો. બંધ કન્ટેનરટ્રકમાંથી 94.86 લાખની 84,152 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને ટેમ્પો સહિત કુલ 1.04 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતાં LCBએ વાહન ચેકિંગ શરૂ કર્યું. અંજુલ ફાસ્ટ ગેટ ઓવરબ્રિજ પરથી શંકાસ્પદ કન્ટેનરટ્રક પસાર થતાં પોલીસે પીછો કર્યો. ચાલક વાહન મૂકી ઝાડી-ઝાંખરામાં નાસી છૂટ્યો. ટેમ્પોની તપાસ કરતાં પાછળના ભાગમાં 1,024 બોક્સમાં દારૂની 84,152 બોટલો મળી. દારૂની કિંમત 94.86 લાખ અને ટેમ્પોની કિંમત 10 લાખ રૂપિયા છે. ટેમ્પો પર ખોટી નંબર પ્લેટ MH-14-KA-2843 હતી, જ્યારે કેબિનમાંથી અસલી નંબર પ્લેટ GJ-01-KT-7178 મળી. વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાયો છે. ફરાર ચાલકની ઓળખ અને ધરપકડ માટે તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ રેલવે સ્ટેશન પર ‘રેલ જન સંવાદ’ યોજાયો:મુસાફરોના સૂચનો પર રેલવે તંત્રએ અમલની ખાતરી આપી, ફૂટ ઓવરબ્રિજ અને શેડ વધારવા વિચારણા
    Next Article
    ભાવનગરના 2100 વડીલોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા:કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સોમનાથમાં ધ્વજા પૂજા કરી; દર્શનનો લાભ મળતા વડીલોએ આયોજકોનો આભાર માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment