Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરના 2100 વડીલોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા:કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સોમનાથમાં ધ્વજા પૂજા કરી; દર્શનનો લાભ મળતા વડીલોએ આયોજકોનો આભાર માન્યો

    5 days ago

    રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ભાવનગર મતવિસ્તારના આશરે 2100 જેટલા વરિષ્ઠ નાગરિકો માટે સોમનાથ તીર્થયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વયવૃદ્ધ ભાવિકો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે કૃષિ મંત્રીને પણ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરવાનો વિશેષ લાભ પ્રાપ્ત થયો હતો. યાત્રા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા વડીલોને ધાર્મિક સ્થળોના દર્શન કરાવવાના હેતુથી યોજાયેલી આ યાત્રામાં 2100 વરિષ્ઠ નાગરિકો સાથે સહયોગી મહિલાઓ અને કાર્યકર્તાઓની ટીમો પણ જોડાઈ હતી. યાત્રા દરમિયાન વડીલોને કોઈ તકલીફ ન પડે તે માટે દરેક બસમાં જવાબદાર વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી, જેથી દર્શન અને પ્રવાસ સુગમ રહે. સોમનાથ આસ્થાનું વિશ્વ વિખ્યાત કેન્દ્ર સોમનાથ ખાતે મીડિયા સાથે વાતચીત કરતાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે સોમનાથ સમગ્ર વિશ્વમાં આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મંદિરના ઐતિહાસિક વારસાને વિશેષ રીતે ઉજાગર કરાયો છે. ભાવનગરના અનેક વડીલોને પ્રથમ વાર દર્શનનો લાભ મળતા તેમણે અત્યંત આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો. દેશ અને વિશ્વ કલ્યાણની પ્રાર્થના જીતુભાઈ વાઘાણીએ ભગવાન સોમનાથના ચરણોમાં પ્રાર્થના કરતા સમગ્ર વિશ્વના કલ્યાણ, ભારતની ઉત્તરોત્તર પ્રગતિ અને દેશ વિશ્વગુરુના સ્થાને બિરાજે તેવી ભાવના વ્યક્ત કરી હતી. તેમણે વડીલોના આશીર્વાદને પોતાનું પરમ સૌભાગ્ય ગણાવ્યું હતું અને સૌના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી કામના કરી હતી. ભાવિકો દ્વારા આયોજનની સરાહના યાત્રામાં જોડાયેલા વયવૃદ્ધ ભાવિકોએ પણ સોમનાથ મહાદેવના દર્શનનો લહાવો મળતા અપાર ખુશી વ્યક્ત કરી હતી. પ્રવાસ દરમિયાન ઉત્તમ ભોજન, રહેઠાણ, યોગ્ય માવજત અને વડીલોની પૂરતી કાળજી રાખવા બદલ તેમણે કૃષિ મંત્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સમગ્ર આયોજન શ્રદ્ધા, સેવા અને વડીલો પ્રત્યેના આદરનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં બંધ કન્ટેનરટ્રક માંથી 94.86 લાખનો દારૂ ઝડપાયો:LCBએ 84,152 બોટલ જપ્ત કરી, ચાલક ફરાર; ખોટી નંબર પ્લેટનો ઉપયોગ થયો
    Next Article
    સાઉદી અરેબિયાના એરપોર્ટ-તેલના ઠેકાણા પર હૂતી બળવાખોરોનો હુમલો:1 ભારતીય સહિત 3ના મોત, 10 ઘાયલ; 16 દિવસમાં 6 મોટા હુમલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment