Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત-નવસારી ટ્વિન સિટી કનેક્ટિવિટી:945 કરોડના સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોરને ગ્રીન સિગ્નલ, RBએ ટેન્ડર બહાર પાડ્યા

    9 hours ago

    પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા સુરત-નવસારી ટ્વિન સિટીના સપનાને સાકાર કરવા તરફ રાજ્ય સરકારે મોટું કદમ ઉઠાવ્યું છે. સુરત-સચિન-નવસારી રોડ પર સતત વધતા ટ્રાફિકના ભારણને હળવો કરવા માટે 945.92 કરોડના ખર્ચે 'હાઇસ્પીડ કોરિડોર' સ્કીમને મંજૂરી આપી દેવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પણ ઇસ્યુ કરી દેવાયા છે. 24 મહિનામાં તૈયાર થશે હાઇટેક રોડ આ પ્રોજેક્ટ અંતર્ગત હાલના 14 કિલોમીટરના ફોર લેન રસ્તાને સિક્સ લેન હાઇટેક માર્ગમાં ફેરવવામાં આવશે. ચોમાસા બાદ આ કામગીરીના શ્રીગણેશ થશે અને તેને પૂર્ણ કરવા માટે 24 મહિનાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ કોરિડોર બનવાથી સુરત અને નવસારી વચ્ચેની મુસાફરીમાં અંદાજે 20 મિનિટનો ઘટાડો થશે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ એલિવેટેડ કોરિડોર: સુડા બાયપાસ રોડ પર 1.9 કિમી લંબાઈનો ભવ્ય એલિવેટેડ કોરિડોર બનશે. બ્રિજ અને ફ્લાયઓવર: મરોલી જંક્શન પર નવો ફ્લાયઓવર અને મીંઢોળા નદી પર મોટો મેજર બ્રિજ બનશે. આ ઉપરાંત 8 નાના બ્રિજ પણ બનાવવામાં આવશે. અંડરપાસ: સચિન-પારડી આલ્ફા હોટેલ, લાજપોર અને કપલેથા પાસે બે Vehicular Underpass (VUP) અને એક લાઈટ વ્હીકલ અંડરપાસનું નિર્માણ થશે. અપગ્રેડેશન: સચિનથી નવસારી સુધીના 14.3 કિમીના માર્ગને હાઇટેક સિક્સ લેનમાં ફેરવાશે. 4 ગામોની જમીન સંપાદન કરવામાં આવશે સિક્સ લેન રોડના નિર્માણ માટે મુખ્યત્વે 4 ગામોની જમીન સંપાદિત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે: સ્થાનિક રહીશો અને ખેડૂતોને વિશ્વાસમાં લઈને વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ વિકાસને કારણે આસપાસના વિસ્તારોમાં નવી ટાઉનશિપ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ માટે મોટી તકો ઊભી થશે. દક્ષિણ ગુજરાતની કનેક્ટિવિટી બદલાઈ જશે: સંદીપ દેસાઈ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, "આ કોરિડોર માત્ર બે શહેરોને જ નહીં, પણ વલસાડ-વાપી જેવા કેમિકલ હબ અને ગણદેવી જેવા કૃષિ કેન્દ્રોને પણ સુરત સાથે હાઇટેક લિંકથી જોડશે. ઉદ્યોગોની કાર્યક્ષમતા વધશે અને નિકાસમાં પણ મોટો ફાયદો થશે." શા માટે આ પ્રોજેક્ટ જરૂરી હતો? સચિન-પાંડેસરા GIDC, હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ અને હજીરા પોર્ટને કારણે આ રોડ પર રોજિંદા 25,000થી વધુ વાહનો પસાર થાય છે. ભારે માલવાહક વાહનોને કારણે પીક અવર્સમાં અહીં કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાતો હતો, જે હવે ભૂતકાળ બની જશે.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 RR vs CSK LIVE Cricket Score: Rajasthan beat Chennai by 8 wickets in Guwahati
    Next Article
    સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને આજીવન કેદ:સગીરાનું અપહરણ કરી બસમાં કુકર્મ કર્યું, કોર્ટે 70 હજારનો દંડ અને પીડિતાને વળતર ચૂકવવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment