Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોન્ટેડ આરોપી ઝડપાયો:સસ્તામાં કિચનવેરના નામે 9.45 કરોડની ચીટિંગમાં વોન્ટેડ ઝડપાયો

    4 days ago

    ફલીપકાર્ડ જેવી દેખાતી બોગસ વેબસાઇટ બનાવી ફેસબુક પર ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મુકી ગ્રાહકો પાસેથી ઓનલાઇન 9.45 કરોડની ઠગાઇમાં 2 વર્ષથી વોન્ટેડ દિપક ધીરૂ કાતરીયા(25)(,શ્રી દર્શન બંગ્લોઝ, દેવધગામ, ગોડાદરા, મૂળ ભાવનગર)ને ક્રાઇમબ્રાંચે દેવધગામ પાસેથી પકડી પાડ્યો છે. ગ્રાહકો ઓનલાઇન રકમ ખાતામાં નાખે એટલે આરોપી દિપક કાતરીયા એટીએમથી રૂપિયા વિડ્રોલ કરી લેતો હતો. આ રેકેટમાં દિપક કાતરીયા સાથે તેનો પિતરાઇ ભાઈ સંજય કાતરીયા મુખ્ય સૂત્રધાર છે. અત્યાર સુધીમાં આ ગુનામાં 8 જણા પકડાયા છે. વધુમાં આ ટોળકીએ સરથાણા અને મોટા વરાછામાં 37 હજારમાં ભાડેથી 3 દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા 3 ચીટરોએ બી.ટે્ક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને 30 હજારની નોકરી પર રાખી ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં કરોડોની કમાણી કરી હતી. આ ટોળકીનું કામ ફલીપકાર્ડ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોર્ડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મુક્તા હતા. સસ્તામાં સામાન લેવા ગ્રાહકો પાસેથી ઓર્ડર લઈ ઓનલાઇન રૂપિયા પડાવી સામાન મોકલતા ન હતા. સાયબર ફ્રોડના રૂપિયાથી ગોડાદરામાં 3 મકાન લીધા દિપક કાતરીયાએ ગ્રાહકોને ઘરવખરી સસ્તામાં આપવાના નામે પડાવેલી કરોડોની રકમથી ગોડાદરામાં 3 મકાનો ખરીદી કર્યા હતા. ઠગાઇના રૂપિયામાંથી પોતાના લગ્નમાં ખર્ચ કર્યો હતો. પોલીસથી બચવા ટેરેસ પર સિક્રેટ રૂમ બનાવ્યો પોલીસથી બચવા માટે આરોપી દિપક કાતરીયાએ ટેરેસ પર એક રૂમ બનાવ્યો હતો. બહારથી હાથ નાખીને લોક મારી શકાય તે રીતે બનાવ્યું હતું. આરોપી રૂમમાં જતો બાદમાં બહારથી લોક મારી દેતો.
    Click here to Read More
    Previous Article
    ઠગાઇ:આવાસમાં ફ્લેટ અને દુકાન અપાવવાના નામે 49 લોકો સાથે 60 લાખની ઠગાઇ
    Next Article
    સંકલ્પ:સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉ. કચ્છ બોર્ડરે સરદાર પટેલની પ્રતિમાનું સ્થાપન કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment