Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હર્ષ સંઘવીની 934 લાખના 363 વિકાસ કાર્યોને મંજૂરી:ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીની કલેક્ટર કચેરીએ બેઠક, કહ્યું- જનહિતના કાર્યોમાં વિલંબ સહન કરવામાં આવશે નહીં

    9 hours ago

    ગાંધીનગરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે નાયબ મુખ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક યોજાઈ હતી. આજે કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્ષ 2026-27ના આગામી નાણાકીય વર્ષ માટે કુલ 363 વિકાસલક્ષી કાર્યોનું માળખું તૈયાર કરી તેને બહાલી આપવામાં આવી હતી. આ આયોજન હેઠળ જિલ્લાના વિવિધ ક્ષેત્રો માટે 934 લાખથી વધુની ગ્રાન્ટ ફાળવવાનો પ્રજાલક્ષી નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રીની વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચના આ બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સ્પષ્ટ અને કડક સૂચના આપતા જણાવ્યું હતું કે, જનહિતના કાર્યોમાં વહીવટી શિથિલતા કે નાની ટેકનિકલ ખામીઓને કારણે વિલંબ સહન કરવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે, કોઈ પણ સરકારી પ્રક્રિયામાં આવતી તકનીકી એરર સામાન્ય જનતાના વિકાસ આડે અવરોધ ન બનવી જોઈએ. શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રોડ-રસ્તાના કામો પર ધ્યાન કેન્દ્રિત તેમણે અધિકારીઓને પરસ્પર સંકલન સાધીને તમામ પ્રકલ્પો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને વિકાસની ગતિને વેગ આપવા તેમણે આદેશ આપ્યા હતા. આ આયોજન અંતર્ગત ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રોડ-રસ્તા અને ગંદા વસવાટોના સુધારણા જેવા પાયાના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 934 લાખની ફાળવણી સાથે 363 કામોને મંજૂરી જે અન્વયે કુલ 950 લાખના સૂચિત કામોમાંથી 934.23 લાખની ફાળવણી સાથે 363 કામોને મંજૂરી અપાઈ છે. જેમાં તાલુકા કક્ષાની વિવેકાધીન ગ્રાન્ટ, ખાસ અંગભૂત યોજના અને નગરપાલિકા કક્ષાની ગ્રાન્ટનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, રીટાબેન પટેલ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ક્રિકેટ રમવા મામલે જૂથ અથડામણમાં 22 ઝડપાયા:ઘોઘારોડ પોલીસે તમામ શખસોને કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કર્યા
    Next Article
    CBI Questions Anil Ambani for 8 Hours In Bank Fraud Case, Summons Him Again

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment