Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ચોમાસા પૂર્વે 92 કાસની સફાઈ શરૂ:પાલિકા રૂ. 70 લાખનો ખર્ચ કરશે, એજન્સીને જવાબદારી સોંપી

    8 hours ago

    વલસાડ નગરપાલિકાએ ચોમાસા પૂર્વેની તૈયારીઓ શરૂ કરી છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ ટાળવા માટે 92 મુખ્ય કાસ (ગટર)ની સફાઈ કરવામાં આવશે. આ કામગીરી માટે અંદાજે રૂ. 70 લાખનો ખર્ચ કરાશે અને તેની જવાબદારી ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે. પાલિકા દ્વારા ગત દિવસથી જ પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને નીચાણવાળા અને ખાડી કિનારાના વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા પર પ્રાથમિક ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રિ-મોન્સૂન કામગીરી બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં ખાડીની નજીકના અને પ્રથમ વરસાદ બાદ કામગીરી મુશ્કેલ બને તેવા સંવેદનશીલ વિસ્તારોને આવરી લેવાયા છે. ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારોમાં તબક્કાવાર સફાઈ હાથ ધરાશે. વલસાડ નગરપાલિકા વિસ્તારમાં કુલ 92 જેટલી મુખ્ય કાસ ઓળખી કાઢવામાં આવી છે, જેની સફાઈ અત્યંત જરૂરી છે. આ કામગીરી માટે રૂ. 65 થી 70 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. મુખ્ય 92 કાસની સફાઈ ખાનગી એજન્સી દ્વારા કરાશે, જ્યારે અન્ય નાની-મોટી કાસોની સફાઈ પાલિકાની પોતાની ટીમ દ્વારા કરવામાં આવશે. ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ વખતે ઘણીવાર દરિયાના 'બેક વોટર'ને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. જોકે, કચરા અને ગંદકીને કારણે કાસ જામ ન થાય અને વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય તે માટે આ સફાઈ અભિયાન મહત્વનું સાબિત થશે. સમયસર હાથ ધરાયેલી આ કામગીરીને કારણે આ વર્ષે શહેરના રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ખાદ્ય સુરક્ષાના કડક પગલા:જીજે-3 ઢોસા કોર્નરનાં સાંભારમાં કેમિકલ અને જય દ્વારકાધીશ હોટલની ચટણીમાં પ્રતિબંધિત કલર મળ્યો, સંચાલકોને જેલની સજા અને રૂ. 2.50 લાખનો દંડ
    Next Article
    Sugar export banned | દેશમાં ખાંડ ઉદ્યોગને લઈ એક મોટા સામાચાર સામે આવ્યા | India | Market | Food

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment