Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભેળસેળીયા તત્વો સુધારવાનું નામ લેતા નથી !:રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા વધુ 92 પેઢીઓની તપાસ કરી 179 કિલો વાસી જથ્થાનો નાશ કરાયો, રૂ. 51,500નો દંડ વસૂલી 3 પેઢીઓને સીલ કરાઈ

    11 घंटे पहले

    રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં ભેળસેળીયા તત્વો સુધરવાનું નામ લેતા નથી. ત્યારે આજે પણ ફૂડ વિભાગની ટીમોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પહોંચીને કુલ 92 જેટલા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય તેમજ વાસી ખોરાક મળી આવ્યો હતો. જેને લઈને કુલ 179 કિલો જેટલા આવા જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો. એટલું જ નહીં ગંભીર બેદરકારી દાખવનાર 33 પેઢીઓને કારણદર્શક નોટિસો ફટકારવામાં આવી હતી અને નિયમભંગ બદલ કુલ રૂ. 51,500 નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. FSSAI એક્ટ હેઠળ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના 15 નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેમજ ગંભીર ક્ષતિઓ ધરાવતી 3 પેઢીઓને સ્થળ પર જ સીલ કરવામાં આવી હતી. 3 વેપારી પેઢીઓને સીલ કરી કડક પગલાં લેવાયા શ્રી ખોડીયાર ચટણી: સોરઠીયા વાડી-1 ના છેડે, લલુડી વોકળી, બાપા સીતારામ ચોક ખાતે આવેલી આ પેઢીના ઉત્પાદન સ્થળ પર સોસ બનાવવા માટે માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા સિન્થેટિક ફૂડ કલર, નોન-ફૂડ ગ્રેડ કેમિકલ્સનો ઉપયોગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. આથી પેઢીને તુરંત અસરથી સીલ કરવામાં આવી હતી. અનહાઇજેનિક કન્ડિશન બદલ રૂ. 2,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરી નોટિસ આપવામાં આવી હતી. સ્થળ પરથી ફ્રૂટ સ્ક્વોસ (લૂઝ), ખજૂરની ચટણી (લૂઝ) અને લીલી ચટણી (લૂઝ)ના મળી કુલ 3 નમૂના પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા હતા. રજની નમકીન: વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, નારાયણ એસ્ટેટ, ગોપાલ હોટલ વાળી શેરી ખાતે આવેલી આ પેઢીમાંથી અંદાજિત 90 કિલો જેટલો પડતર અને વાસી અખાદ્ય ફરસાણનો જથ્થો મળી આવતા તેનો નાશ કરાયો હતો. અસ્વચ્છતા બદલ રૂ. 5,000 નો દંડ વસૂલ કરી પેઢીને સીલ કરવામાં આવી હતી. મહાદેવ નાસ્તા હાઉસ: ભીમનગર ચોક, નાના મવા રોડના છેડે આવેલી આ પેઢીમાંથી આશરે 20 કિલો અખાદ્ય ખોરાક જપ્ત કરી નાશ કરાયો હતો. લાયસન્સ વગર તેમજ અનહાઇજેનિક પરિસ્થિતિમાં કામગીરી કરવા બદલ રૂ. 3,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને સીલ કરી નોટિસ પાઠવવામાં આવી હતી. દંડનીય કાર્યવાહી અને અખાદ્ય જથ્થાનો નાશ સાંગણવા ચોક અને ભુપેન્દ્ર રોડ વિસ્તાર: ઘનશ્યામ પાન, એસ કે ભેળ, સદગુરુ સેન્ડવીચ અને કુમાર પાન પાસેથી અનહાઇજેનિક કન્ડિશન અને લાયસન્સ બાબતે રૂ. 1,000-1,000 નો દંડ વસૂલ કરાયો હતો. મીરા સેલ્સ એન્જસી પાસેથી રૂ. 1,000, બાપા સીતારામ આલુપુરી ખાવસા પાસેથી રૂ. 500 દંડ અને 2 કિલો અખાદ્ય કોકમ ચટણીનો નાશ કરાયો હતો. આ ઉપરાંત મૈત્રી સીઝન સ્ટોર, રૂપાલી સિંગ, ભગવતી ચીકીને પણ લાયસન્સ અને અસ્વચ્છતા અંગે નોટિસ આપી દંડાયા હતા. નાના મવા અને યુનિવર્સિટી રોડ વિસ્તાર: પ્રમુખમ ઢોસા ખાતે લેબલ વગરની આઇટમો અને અયોગ્ય સ્ટોરેજ બદલ રૂ. 5,000 નો દંડ કરાયો હતો. સેલિબ્રેશન રેસ્ટોરન્ટમાંથી 9 કિલો અને સત્વમ રેસ્ટોરન્ટમાંથી 5 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી અનુક્રમે રૂ. 2,000 અને રૂ. 1,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. શ્રી રામ ફરસાણ પાસેથી પણ પ્રોપર લેબલિંગ ન હોવાથી રૂ. 500 નો દંડ કરાયો હતો. નાગેશ્વર મેઇન રોડ અને અજમેરા એપાર્ટમેન્ટ વિસ્તાર: બાઈક બોક્સ પેઢીને લાયસન્સ ન હોવા અને FIFO સ્ટોરેજના અભાવે રૂ. 2,000 દંડ કરાયો હતો. ગાયત્રી ડેરી ફાર્મ પર મીઠાઇ પર યુઝ બાય ડેટ નહીં હોવાથી રૂ. 1,000 દંડ ફટકારાયો હતો. જલારામ કોલ્ડ્રીંક્સ, હરિકૃપા પ્રોવિઝન, શ્રી ચામુંડા સ્ટોર, જલારામ જનરલ સ્ટોર અને શ્રી કેવલમ ખમણવાળાને લાયસન્સ અંગે નોટિસો આપી દંડ વસૂલ કરાયો હતો. ખોડિયારનગર અને અન્ય વિસ્તારો: M.S. સુપર માર્કેટમાંથી 10 કિલો કોકોનટ ખમણ અને જેલી ક્રિસ્ટલનો અખાદ્ય જથ્થો નાશ કરી રૂ. 1,000 દંડ કરાયો હતો. પટેલ ફરસાણ નમકીન અને જય સિયારામ ફરસાણમાંથી છાપેલ પ્રિન્ટેડ પસ્તી જપ્ત કરી 20 કિલો ફરસાણનો નાશ કરાયો હતો. એવરેસ્ટ ફરસાણ, વિજય હોટેલ, ખોડિયાર દાળપકવાન, શ્રી ગણેશ કોલ્ડ્રિંક્સ, ખોડિયાર ડેરી, ખોડિયાર પાન, ક્રિષ્ના મેડિકલ, પુજારા નમકીન, ચામુંડા પ્રોવિઝન, આશાપુરા સમોસા, અંબા ભવાની નમકીન તેમજ સાવરીયા આઈસ ગોલા (માધાપર) સામે નોટિસ અને દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. કૃષ્ણનગર અને કોઠારીયા રોડ વિસ્તાર: યદૂનંદન હોટલ, બાલાજી પાન, મહાલક્ષ્મી પાન, પટેલ પાન, નિકુંજ પાન અને બાબા પાન પાસેથી લાયસન્સ ન હોવા બદલ રૂ. 1,000-1,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. શ્રી કૈલાશ ડેરી ફાર્મ (કોઠારીયા રોડ) પાસેથી લાયસન્સ અંગે રૂ. 1,000 નો ચાર્જ વસૂલાયો હતો. 50 થી વધુ પેઢીઓમાં તપાસ અને 15 નમૂના લેવાયા ફૂડ વિભાગ દ્વારા રઘુવંશી વડાપાઉ, જલારામ વડાપાઉ, બાલાજી ફાર્મસી, મોમાઈ પાન, દેવપુષ્પ મેડિકલ, જલિયાણ ફરસાણ, બેંગાલ સ્વીટ્સ, શિવ શક્તિ પ્રોવિઝન, ભગવતી પ્રોવિઝન, ગોકુલ ડેરી, શ્રીજી નમકીન, શ્રી રાધે ક્રિષ્ના ડેરી, આઈ વરૂડી ડેરી, પટેલ પાણીપુરી, ગાત્રાળ ચા, ગિરિરાજ એન્ટરપ્રાઇઝ, રાજ શક્તિ દાલ બાટી, ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ, રવેચી ટી સ્ટોલ, જય શ્રી આશાપુરા માર્ટ, જે. કે. એન્ટરપ્રાઇઝ (મોંજીનીસ), સંજીવની મેડિસિન્સ, પ્રધાનમંત્રી જનૌષધિ મેડિકલ, લાઈફકેર ફાર્મા, રાજ કોલ્ડ્રિંક્સ, સુરેશ નમકીન અમુલ પાર્લર, મહાવીર પ્રોવિઝન, ભગવતી ખીરું, શિવ મેડિકલ અને ચામુંડા ડેરી ફાર્મ સહિતની 50 થી વધુ પેઢીઓ પર સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ ઝુંબેશ દરમિયાન FSSAI ના ધોરણો મુજબ શંકાસ્પદ પદાર્થોના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં ચકાસણી અર્થે નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં શાસ્ત્રી મેદાન સામે આવેલ MDM કિચનમાંથી પ્રીપેડ ફૂડના 4, મસાલાના 3 અને ચણાનો 1 એમ કુલ 8 નમૂના લેવાયા હતા. વાવડી સ્થિત માહી ફૂડ પ્રોડક્ટસમાંથી 10 કિલો લોટનો નાશ કરી, રૂ. 5,000 દંડ કરી ચકરી અને ફરસાણના નમૂના લેવાયા હતા. આ ઉપરાંત શ્રી કૃષ્ણ ડેરી ફાર્મ (મવડી) માંથી મિક્સ દૂધ અને ગાયના દૂધના, બજરંગ ડેરી (મવડી) માંથી દૂધનો તેમજ શ્રી કૈલાશ ડેરી ફાર્મ (કોઠારીયા રોડ) માંથી મિક્સ દૂધનો નમૂનો લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયો છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર જિલ્લા પંચાયતમાં રક્તદાન કેમ્પ યોજાયો:પ્રમુખ શીતલબેન ઓડેદરાની ઉપસ્થિતિમાં અધિકારીઓ-કર્મચારીઓએ રક્તદાન કર્યું
    Next Article
    50,000 Flee As Wildfires Ravage France, Spain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment