Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇવે પર દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપાઈ:દેરોલ પાસે 912 બોટલ-ટીન અને કાર સહિત રૂ.7.66 લાખનો મુદ્દામાલ કબજે; બે શખ્સો ફરાર

    2 days ago

    સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર-વિજાપુર હાઇવે પર દેરોલ ગામની સીમમાં ગોગા મહારાજ મંદિર પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર પકડી હતી. પોલીસે કાર અને દારૂ-બીયર સહિત રૂ.7,66,447નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કારમાં સવાર બે શખ્સો ખેતરોમાં ભાગી ગયા હતા. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા પોલીસ વોચ રાખી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB PI ડી.સી. સાકરિયાના માર્ગદર્શન અને PSI એસ.જે. ચાવડાની રાહબરીમાં LCBની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમને બાતમી મળી હતી કે સફેદ મારૂતિ સુઝુકી સ્વીફ્ટ કાર નંબર GJ-09-BB-4544માં બે શખ્સો દારૂ ભરી વિજાપુર તરફ જવાના છે. બાતમીના આધારે પોલીસે દેરોલ ગામની સીમમાં ગોગા મહારાજ મંદિર પાસે નાકાબંધી ગોઠવી હતી. કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો. ચાલકે થોડે આગળ કાર ઊભી રાખી હતી. ત્યારબાદ ચાલક સહિત બંને શખ્સો અંધારાનો લાભ લઈ નજીકનાં ખેતરોમાં ભાગી ગયા હતા. કારની તપાસમાં પાછળની સીટ અને ડીકીમાંથી વિદેશી દારૂ તથા બીયરનાં બોક્સ મળ્યાં હતાં. પોલીસે કુલ 912 બોટલ-ટીન કબજે કર્યાં, જેની કિંમત રૂ.2,66,447 છે. રૂ.5 લાખની સ્વીફ્ટ કાર સાથે કુલ મુદ્દામાલની કિંમત રૂ.7,66,447 થાય છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E) અને 81 હેઠળ કારચાલક તથા તેની સાથેના અન્ય એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    CM ઓફિસ-હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેઇલ:બોમ્બ-ડોગ સ્કવોડ પહોંચી, પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ, પોલીસ એલર્ટ
    Next Article
    Who Is Amish Shah, First Indian-American To Represent Arizona In US Congress

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment