Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    9/11 જેવી દુર્ઘટના ટાળનાર ગુજરાતી હીરો માટે જૂનાગઢ એકજૂથ:ભવનાથ મંદિરમાં મહાઆરતી યોજી માંગ્યું ઉત્તમ સ્વાસ્થ્ય

    20 hours ago

    તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન ક્ષેત્રે બનેલી એક હચમચાવી દેતી અને અતિ સંવેદનશીલ ઘટનામાં ફ્લાયદુબઈની એક ફ્લાઇટને હાઈજેક થતાં બચાવનાર મૂળ ગુજરાતી પાયલોટ સ્મિત મચ્છરના ઉત્તમ સ્વાસ્થ્ય માટે જૂનાગઢમાં વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ અને વિદેશના સેંકડો લોકોના જીવ બચાવનાર આ વીર પાયલોટ જલદીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય તેવા શુભ આશયથી જૂનાગઢ ભાજપ દ્વારા ભવનાથ મંદિરમાં ભવ્ય મહાઆરતી યોજવામાં આવી હતી. દુબઈ-ઇઝરાયલ ફ્લાઇટમાં સહ-પાયલોટે જ કર્યો હતો જીવલેણ હુમલો ઘટનાની વિગતો મુજબ, ફ્લાયદુબઈની એક ફ્લાઇટ જ્યારે દુબઈથી ઇઝરાયલ તરફ જઈ રહી હતી ત્યારે તેમાં મોટી દુર્ઘટના ટળી હતી. આ ફ્લાઇટમાં ગુજરાતી મૂળના કેપ્ટન અને પાયલોટ તરીકે ફરજ બજાવતા સ્મિત મચ્છર ઉપર તેમના જ સહ-પાયલોટ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો કરનાર સહ-પાયલોટ ઓમાનનો નાગરિક હોવાનું સામે આવ્યું છે, જેનો મુખ્ય હેતુ વિમાનને હાઈજેક કરવાનો અને મોટી તબાહી મચાવવાનો હતો. જો આ સમયે સૂઝબૂઝ ન દાખવવામાં આવી હોત તો વર્ષ ૨૦૦૧માં અમેરિકામાં બનેલી કુખ્યાત 9/11 જેવી ગંભીર ઘટનાનું પુનરાવર્તન થઈ શક્યું હોત. પોતાના પ્રાણ જોખમમાં મૂકી 180 મુસાફરોના જીવ બચાવ્યા ગંભીર રીતે ઘાયલ હોવા છતાં અને પોતાના પ્રાણ જોખમમાં હોવા છતાં, પાયલોટ સ્મિત મચ્છરે અસાધારણ સાહસ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું. તેમણે હુમલો કરનાર સહ-પાયલોટ સામે જાતે સંઘર્ષ કર્યો અને વિમાનમાં સવાર અન્ય મુસાફરોના સહયોગથી તેને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધો હતો. આ ફ્લાઇટમાં અંદાજે 180 જેટલા મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના નાગરિકો ઇઝરાયલી હતા. પાયલોટ સ્મિત મચ્છરની આ અદ્ભુત સૂઝબૂઝ અને સમયસૂચકતાના કારણે તમામ મુસાફરોના જીવ બચી ગયા હતા અને વિમાનનું ઇઝરાયેલ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. હુમલાખોરને કાબૂમાં લીધા બાદ તમામ મુસાફરોએ તાળીઓ પાડીને પાયલોટનો આભાર માન્યો હતો. સ્મિત મચ્છરના જલ્દી સ્વસ્થ થવા ભવનાથ મહાદેવને પ્રાર્થના આ ભયાનક સંઘર્ષ અને હુમલામાં પાયલોટ સ્મિત મચ્છરને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, આ વીર ગુજરાતી પાયલોટ જલદી સ્વસ્થ થઈને સન્માનપૂર્વક પોતાની નોકરી પર પુનઃ પાછા ફરે તે માટે આજરોજ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા ભવનાથ ક્ષેત્રમાં બિરાજમાન સ્વયંભૂ ભવનાથ મહાદેવ મંદિરમાં એક ભવ્ય મહાઆરતી અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક આયોજનમાં જૂનાગઢ ભાજપના કાર્યકરો, ભવનાથ ક્ષેત્રના પૂજ્ય સંતો-મહાત્માઓ તેમજ મોટી સંખ્યામાં સામાન્ય જનતાએ પણ જોડાઈને ભગવાન ભવનાથ મહાદેવના ચરણોમાં પાયલોટ સ્મિત મચ્છરના દીર્ઘાયુ અને ઝડપી સ્વસ્થતા માટે સામૂહિક પ્રાર્થના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    આર.વી.દેસાઈ રોડ પર પ્રોવિઝન સ્ટોરમાં ભીષણ આગ:દુકાનનો માલસામાન બળીને ખાખ, આસપાસના વિસ્તારમાં અફરાતફરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઇમારતના બીજા માળે પણ આગ લાગી
    Next Article
    મનપાની મેગા ડ્રાઇવમાં 132 વેપારીઓ દંડાયા:79 દુકાનોમાંથી 100 કિલો પ્લાસ્ટિક જપ્ત, જાહેરમાં થૂંકનારા અને કચરો ફેંકનારા પણ ઝપટે ચડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment