Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની મેગા ડ્રાઇવમાં 132 વેપારીઓ દંડાયા:79 દુકાનોમાંથી 100 કિલો પ્લાસ્ટિક જપ્ત, જાહેરમાં થૂંકનારા અને કચરો ફેંકનારા પણ ઝપટે ચડ્યા

    20 hours ago

    પર્યાવરણને અત્યંત ગંભીર નુકસાન પહોંચાડતા 50 માઇક્રોનથી ઓછા જાડાઈના સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર સરકાર દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં, ભાવનગર શહેરમાં તેનો બેફામ ઉપયોગ થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી આજરોજ શહેરભરમાં પ્લાસ્ટિક ચેકીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 100 કિલો જથ્થો જપ્ત કરી 65,500નો દંડ ફટકાર્યો શહેરમાં અનેક વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા ખરીદીને ગ્રાહકોને માલસામાન આપવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા અવારનવાર દંડાત્મક કાર્યવાહી કરવા છતાં કેટલાક વેપારીઓ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ ન કરતા હોવાથી, મનપાની ટીમોએ જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન 79 આસામીઓ પાસેથી અંદાજિત 100.5 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને તેમની પાસેથી રૂ. 65,500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ગંદકી ફેલાવતા અને થૂંકતા 53 આસામીઓ પાસેથી 15,050 વસૂલાયા પ્લાસ્ટિક ઉપરાંત શહેરમાં સ્વચ્છતા જાળવવા બાબતે પણ મનપા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. દુકાનો બહાર ડસ્ટબીન ન રાખતા, કચરો ગમે ત્યાં ફેંકતા અને જાહેરમાં થૂંકીને ગંદકી ફેલાવતા કુલ 53 આસામીઓને પણ મનપાની ટીમે દંડ્યા હતા. આ લોકો પાસેથી રૂ. 15,050 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ, પ્લાસ્ટિક અને ગંદકીના કુલ 132 કેસ નોંધીને એક જ દિવસમાં રૂ. 80,550 નો માતબર દંડ વસૂલ કરવામાં આવ્યો છે. કાપડની થેલી વાપરવા અને કચરો ડસ્ટબીનમાં જ નાખવા મનપાની અપીલ આ આકરી કાર્યવાહી બાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તમામ શહેરીજનો અને વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે, શહેરની સ્વચ્છતા અને પર્યાવરણ જાળવવા માટે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળે. તેના વિકલ્પ તરીકે કાપડની થેલી, ઇકો-ફ્રેન્ડલી અથવા બાયોડિગ્રેડેબલ બેગનો જ ઉપયોગ કરવો. તેમજ કચરો ગમે તે જગ્યાએ રસ્તા પર ન ફેંકતા, ફરજિયાત ડસ્ટબીનમાં અને ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની ગાડીમાં (ટેમ્પલ બેલમાં) જ નાખવા અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    9/11 જેવી દુર્ઘટના ટાળનાર ગુજરાતી હીરો માટે જૂનાગઢ એકજૂથ:ભવનાથ મંદિરમાં મહાઆરતી યોજી માંગ્યું ઉત્તમ સ્વાસ્થ્ય
    Next Article
    How 9-Year-Old Boy's Land Allotment Built One Of America's Key Art Institutions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment