Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાશશ...ઇંગ્લેન્ડની પહેલી વિકેટ પડી!:બેથેલ 91 રન બનાવી આઉટ, ડકેટ સાથે મળી ભારત સામે સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ કરી; ઇંગ્લેન્ડનો સ્કોર 192/1

    2 days ago

    ભારત સામે ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડની પહેલી વિકેટ પડી ગઈ છે. જેકબ બેથેલ 91 રન બનાવીને આઉટ થયો. તેના આઉટ થવાની સાથે જ બેન ડકેટ સાથેની તેની 192 રનની શાનદાર ઓપનિંગ પાર્ટનરશીપ પણ તૂટી ગઈ છે. 33 ઓવરના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 206/1 છે. ડકેટ 81 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યો છે અને જો રૂટ તેનો સાથ આપી રહ્યો છે. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ભારતીય ટીમ ત્રણ ફેરફારો સાથે મેદાનમાં ઉતરી છે. ઇજાના કારણે જસપ્રિત બુમરાહ રમી રહ્યો નથી, જ્યારે કે.એલ. રાહુલ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવને પ્લેઇંગ-11માં તક આપવામાં આવી છે. બંને ટીમો સિરીઝમાં 1-1ની બરાબરી પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઇશાન કિશન, શ્રેયસ અય્યર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, ગુરનૂર બ્રાર, પ્રિન્સ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): બેન ડકેટ, જેકબ બેથેલ, જો રૂટ, હેરી બ્રૂક (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, વિલ જેક્સ, ગસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, જોશ ટંગ.
    Click here to Read More
    Previous Article
    Sonam Wangchuk: Modi Sarkar पर भड़के Prakash Raj, Sonakshi Sinha ने भी जमकर सुनाया! | Jantar-Mantar
    Next Article
    રાંચરડા નીબ કરૌરી મહારાજ મંદિરમાં ભક્તિનો માહોલ:આજે યોજાશે 100મો ભવ્ય સુંદરકાંડ પાઠ, બે વર્ષથી ચાલે છે અવિરત ક્રમ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment