Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં પોલિયો અભિયાન, 90.41% બાળકોને રસી અપાઈ:કલેક્ટરે શરૂઆત કરાવી, 2.50 લાખ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક

    8 घंटे पहले

    આણંદ જિલ્લામાં રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 28 થી 30 જૂન દરમિયાન યોજાયેલા પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ચિખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવી આ અભિયાનની શરૂઆત કરાવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અભિયાનના પ્રથમ જ દિવસે 2,26,056 બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ સાથે, 2.50 લાખથી વધુ બાળકોને રસી આપવાના કુલ લક્ષ્યાંકના 90.41 ટકા પૂર્ણ કરવામાં આવ્યા છે. આ અભિયાન માટે જિલ્લામાં કુલ 1,032 પોલિયો બૂથ, 2,064 ટીમો, 183 મોબાઇલ ટીમો અને 65 ટ્રાન્ઝિટ ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા 0 થી 5 વર્ષના કુલ 2.50 લાખથી વધુ બાળકોને પોલિયોની રસી આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વાલીઓને દરેક બાળકને પોલિયોની રસી અવશ્ય અપાવવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે, અભિયાનના બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે જઈને બાકી રહેલા બાળકોને પોલિયોના ટીપા પીવડાવશે.
    Click here to Read More
    Previous Article
    પણસોરામાં ભેંસનું શિંગડું તૂટ્યું, ફરતા દવાખાનાએ કરી સારવાર:1962 હેલ્પલાઇન ટીમે તાત્કાલિક પહોંચી સફળ ઓપરેશન કર્યું
    Next Article
    'Jantar-Mantar का प्रदर्शन सिर्फ NEET के लिए नहीं है' Dharmendra Pradhan | Sonam Wangchuk | CJP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment