Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    '9,000ના નજીવા પગારમાં ઘર કેમ ચલાવવું?':ચિત્ર-સંગીત અને વ્યાયામના શિક્ષકોનો વિદ્યા સમીક્ષા કેન્દ્ર બહાર હલ્લાબોલ, અંશકાલીન પ્રથા નાબૂદ કરવા સરકારને ચીમકી

    1 day ago

    ગુજરાતની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાની મોટી-મોટી વાતો અને ડિજિટલ શિક્ષણના દાવાઓ વચ્ચે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. રાજ્યમાં ચિત્ર, સંગીત, વ્યાયામ (P.T.) અને કમ્પ્યુટર જેવા સહ-અભ્યાસિક (Co-curricular) વિષયો ભણાવતા શિક્ષકોનું ભવિષ્ય તંત્રની ઉદાસીનતાને કારણે અંધકારમય બની ગયું છે. છેલ્લા 17 વર્ષથી આ વિષયોમાં કાયમી ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ હોવાથી હજારો લાયકાત ધરાવતા શિક્ષકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. આજે ગાંધીનગર સ્થિત 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા શિક્ષકોએ સરકારની નીતિઓ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ભારે આક્રોશ ઠાલવ્યો હતો. 17 વર્ષથી કાયમી ભરતી પર બ્રેક રાજ્યની સરકારી શાળાઓમાં કાયમી ભરતીને બદલે હવે સરકાર દ્વારા 'જ્ઞાન સહાયક' યોજના હેઠળ કરાર આધારિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આ પ્રક્રિયામાં પણ ચિત્ર, સંગીત અને વ્યાયામ જેવા વિષયોના શિક્ષકોને કાયમી તો ઠીક, પણ જ્ઞાન સહાયક તરીકેનો લાભ પણ મળતો નથી. છેલ્લા 17 વર્ષથી આ મહત્વના વિષયોમાં એક પણ કાયમી ભરતી કરવામાં ન આવતા ડિગ્રી ધારક શિક્ષકોમાં સરકાર પ્રત્યે ભારે રોષ વ્યાપી ગયો છે. 'પાર્ટ-ટાઇમ' પ્રથા હેઠળ માત્ર 9 હજારનું નજીવું વેતન વિરોધ પ્રદર્શન કરી રહેલા શિક્ષકોએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ વિષયના શિક્ષકોની ભરતી 'અંશકાલીન' એટલે કે પાર્ટ-ટાઇમ પ્રથા હેઠળ કરવામાં આવે છે. આ મોંઘવારીના જમાનામાં શિક્ષકોને માત્ર 9 હજાર જેવું નજીવું વેતન આપવામાં આવે છે, જેમાં ઘરનું ગુજરાન ચલાવવું તદ્દન અશક્ય છે. આટલા ઓછા પગારની સામે શિક્ષકોને ન તો સમયસર નિયમિત પગાર મળે છે કે ન તો કોઈ પ્રકારની નોકરીની સુરક્ષા (Job Security) આપવામાં આવે છે. દિવસો અને પગાર બંને ઘટાડાયા કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી 'પી.એમ. શ્રી' યોજના અંતર્ગત પણ આ શિક્ષકો સાથે મોટો ભેદભાવ થયો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ શિક્ષકોને વર્ષમાં 200 દિવસની કામગીરી મળતી હતી અને માસિક વેતન ₹16,000 આપવામાં આવતું હતું. નવી નીતિ મુજબ કામગીરીના દિવસો ઘટાડીને માત્ર ૧૦૦ દિવસ કરી દેવાયા છે અને પગાર પણ ઘટાડીને માત્ર ₹9,000ની આસપાસ કરી દેવામાં આવ્યો છે. શિક્ષકોનું કહેવું છે કે, આટલા શોષણયુક્ત વેતનમાં કોઈ પણ શિક્ષક કામ કરવા તૈયાર નથી. “જો માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન થશે” વિદ્યા સમીક્ષા કેન્દ્ર બહાર પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચારો સાથે વિરોધ કરી રહેલા શિક્ષકોએ ચીમકી આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ, દર વખતે માત્ર પોકળ આશ્વાસનો જ મળે છે, પરિણામ હંમેશા શૂન્ય રહ્યું છે. શિક્ષકોની મુખ્ય માંગ છે કે, સરકાર આ શોષણ કરનારી 'અંશકાલીન પ્રથા' તાત્કાલિક ધોરણે નાબૂદ કરે અને અન્ય વિષયોની જેમ જ આ વિષયોનો પણ 'જ્ઞાન સહાયક' યોજનામાં સમાવેશ કરી યોગ્ય પગાર ધોરણ લાગુ કરે. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી શિક્ષક સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કાલોલમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની જનસંપર્ક બેઠક:નાગરિકોની રજૂઆતો સાંભળી, ઝડપી નિરાકરણના સૂચનો કર્યા
    Next Article
    ‘Trying to bring it back’: ZEE5 urges viewers to wait for Diljit Dosanjh-starrer Satluj’s comeback

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment