Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેસ્સીએ 900 ગોલનો આંકડો સ્પર્શ્યો:રોન્નાલ્ડોના ક્લબમાં સામેલ, 1142 મેચમાં સિદ્ધિ હાંસલ કરી; ઇન્ટર મિયામી કોન્કાકેફ કપમાંથી બહાર

    8 hours ago

    આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર અને ઇન્ટર મિયામીના કેપ્ટન લિયોનેલ મેસ્સી સત્તાવાર મેચોમાં 900 ગોલ કરનાર વિશ્વનો બીજો મેન્સ ફૂટબોલર બની ગયા છે. તેણે આ સિદ્ધિ નેશવિલ એસસી સામે કોન્કાકેફ (CONCACAF) ચેમ્પિયન્સ કપના બીજા લેગમાં હાંસલ કરી. જોકે, મેસ્સીના આ ગોલ છતાં ઇન્ટર મિયામીની સફર ટુર્નામેન્ટમાં આગળ વધી શકી નહીં. મુકાબલો 1-1 થી ડ્રો રહ્યો, જેમાં નેશવિલ માટે ક્રિસ્ટિયન એસ્પિનોઝાએ ગોલ કર્યો. પ્રથમ લેગ નેશવિલના ઘરઆંગણે રમાયો હતો, જે 0-0 થી ડ્રો રહ્યો. આ પછી બીજો લેગ ઇન્ટર મિયામીના હોમ ગ્રાઉન્ડ પર રમાયો, જ્યાં બંને ટીમે એક-એક ગોલ કર્યો અને મેચ 1-1 થી બરાબરી પર સમાપ્ત થઈ. બંને લેગ પછી કુલ સ્કોર બરાબર રહેતા 'અવે ગોલ' નિયમ લાગુ કરવામાં આવ્યો. આ નિયમ હેઠળ જે ટીમ વિરોધી મેદાન પર વધુ ગોલ કરે છે, તેને લીડ મળે છે. આ જ આધારે નેશવિલ એસસી આગલા રાઉન્ડમાં પહોંચી ગયું, જ્યારે ઇન્ટર મિયામી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. કોચે કહ્યું- જવાબદારી મારી મેચ પછી ઇન્ટર મિયામીના કોચ ઝેવિયર માસ્કેરાનોએ હારની જવાબદારી પોતે લીધી. તેણે કહ્યું, 'આ નિરાશાજનક રાત છે. અમે લીડ બનાવી હતી અને પહેલા હાફમાં ઘણી તકો પણ બનાવી હતી, પરંતુ અમે તેને ગોલમાં ફેરવી શક્યા નહીં.' તેમણે કહ્યું કે ટીમે પૂરી કોશિશ કરી, પરંતુ અંતે પરિણામ તેમના પક્ષમાં ન આવ્યું. જ્યારે, નેશવિલના કોચ બીજે કેલાઘને મેસ્સીની પ્રશંસા કરતા કહ્યું, ‘900 ગોલ, તેને અભિનંદન. તે સૌથી શ્રેષ્ઠ છે.’ રોનોલ્ડોના નામે 965 ગોલ મેસ્સી હવે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે 900 ગોલ કરનારા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. રોનાલ્ડોએ આ સિદ્ધિ સપ્ટેમ્બર 2024માં હાંસલ કરી હતી અને તેના નામે હાલમાં 965 ગોલ છે. મેસ્સીએ 1142 મેચમાં 900 ગોલ પૂરા કર્યા, જ્યારે રોનાલ્ડોએ 1236 મેચ રમ્યા હતા. બ્રાઝિલના દિગ્ગજ પેલે 765 ગોલ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે હાલના ખેલાડીઓમાં રોબર્ટ લેવાન્ડોવ્સ્કી 690 ગોલ સાથે પાછળ છે. બાર્સેલોના માટે કર્યા સૌથી વધુ ગોલ, 2012 રહ્યું કરિયરનું શ્રેષ્ઠ વર્ષ મેસ્સીએ 16 ઓક્ટોબર 2004ના રોજ બાર્સેલોના માટે પોતાનું પ્રોફેશનલ ડેબ્યૂ કર્યું હતું અને ક્લબ માટે 672 ગોલ કર્યા. ત્યારબાદ તેણે પેરિસ સેન્ટ જર્મન માટે 32 અને ઇન્ટર મિયામી માટે 81 ગોલ કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેણે આર્જેન્ટિના માટે 115 ગોલ કર્યા છે. મેસ્સીના કરિયરનું સૌથી શાનદાર વર્ષ 2012 રહ્યું હતું. તે એક કેલેન્ડર વર્ષમાં તેમણે ક્લબ અને દેશ માટે કુલ 91 ગોલ કર્યા હતા, જે આજે પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. તાજેતરના પ્રદર્શનની વાત કરીએ તો, મેસ્સીએ 2025 MLS સીઝનમાં 29 ગોલ કરીને ગોલ્ડન બૂટ જીત્યો અને સતત બીજી વખત MVP એવોર્ડ પણ મેળવ્યો.
    Click here to Read More
    Previous Article
    Kiran Nadar honoured with the Global Arts Patronage Award
    Next Article
    મીની વાવાઝોડા સાથે રાજકોટ-જામનગરમાં કરાનો વરસાદ:આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી; માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment