Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થયા:પાટડી-લખતરમાં ધારાસભ્યની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું

    1 week ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાટડી નગરના નવા દરવાજા ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ મૌલેશભાઈ પરીખ, શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, નગરપાલિકાના સદસ્યો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. આ જ વિધાનસભા વિસ્તારમાં આવેલા લખતર ખાતે પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અહીં ગ્રામ પંચાયતથી આરોગ્ય કેન્દ્ર સુધી સફાઈ કામગીરી કરવામાં આવી હતી. સફાઈ કામગીરી બાદ ખીજડીયા હનુમાનજી મંદિરના પટાંગણમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમારની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, આગેવાન જસપાલસિંહ રાણા, લખતર ભાજપ પ્રમુખ રવિરાજભાઈ, ડી. કે. ચાવલિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ઘનશ્યામભાઈ, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    થેલેસેમિયા પીડિત બાળકો માટે વિનામૂલ્યે એચ.એલ.એ. ટેસ્ટિંગ કેમ્પ:જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષ સુધીના થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રૂ. 16,000ની કિંમતનો HLA ટેસ્ટ તદ્દન મફત કરી અપાશે: 20 જૂન સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત
    Next Article
    Ahmedabad Plane Crash LIVE | અમદાવાદ પ્લેન દુર્ઘટનાના 1 વર્ષ બાદ હવે શું થયું? | Reason | Air India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment