Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંગાળમાં મતદાનનો નવો રેકોર્ડ, પ્રથમ તબક્કામાં 90% મતદાન:મમતા બોલ્યા- SIRના વિરોધમાં બમ્પર વોટિંગ; તમિલનાડુના ઇતિહાસમાં પણ સૌથી વધુ 82% મતદાન

    23 hours ago

    પશ્ચિમ બંગાળના દક્ષિણ મિદનાપુરમાં કુમારગંજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુવેન્દુ સરકાર પર હુમલો થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સુવેન્દુ હુમલાથી બચવા માટે ભાગી રહ્યા છે. તેમનો સુરક્ષા ગાર્ડ તેમની સાથે છે. તેમ છતાં ભીડ સુવેન્દુને મારે છે. બર્નપુરના રહેમતનગર વિસ્તારમાં આસનસોલ સાઉથ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલની કાર પર પણ હુમલો થયો. જેના કારણે ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો. અગ્નિમિત્રાએ જણાવ્યું કે એક મતદાન કેન્દ્રમાંથી બહાર નીકળતી વખતે તેમની કાર પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. અગ્નિમિત્રાએ હીરાપુર પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી છે. બંગાળમાં અન્ય ઘણી જગ્યાએ ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે અથડામણના સમાચાર આવી રહ્યા છે. ઘણી જગ્યાએ EVM ખરાબ હોવાની પણ ફરિયાદો આવી છે. બીરભૂમના બોધપુર ગામમાં EVM ખરાબ થયા પછી લોકોએ પોલીસ અને સેન્ટ્રલ ફોર્સ પર પથ્થરમારો કર્યો. પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી. ઘટનામાં અનેક સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો પર અને તમિલનાડુમાં તમામ 234 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 5 વાગ્યા સુધી બંગાળમાં લગભગ 90% અને તમિલનાડુમાં 82% મતદાન થયું છે. મુર્શિદાબાદમાં થયેલી મારામારીની તસવીરો… માલદામાં એક મતદાન મથક પર EVM ખામી સર્જાતા હોબાળો મચી ગયો. લોકોએ ચૂંટણી અધિકારીને ઘેરી લીધા અને વિરોધ કર્યો. તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ઘણા મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. બંગાળના માલદા, બીરભૂમ અને આસનસોલમાં મતદાન મથકો પર વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. અહીં મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે. તમિલનાડુમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. આ દરમિયાન, ચેન્નાઈમાં, અભિનેતા અજિત કુમાર અને TVK ચીફ વિજયે મતદાન કર્યું. તેની એક ઝલક જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે મતદાન મથકોની બહાર અંધાધૂંધી ફેલાઈ ગઈ. બંગાળમાં, મુખ્ય મુકાબલો ટીએમસી અને ભાજપ વચ્ચે છે. ચૂંટણી પંચ વેબકાસ્ટિંગ (લાઈવ મોનિટરિંગ) દ્વારા અહીં મતદાન મથકોનું નિરીક્ષણ કરી રહ્યું છે. રાજ્યમાં બાકીની 142 બેઠકો માટે મતદાન બીજા તબક્કામાં 29 એપ્રિલે થશે. પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી સંબંધિત તસવીરો... છેલ્લી બે ચૂંટણીઓમાં બંગાળમાં 80%થી વધુ મતદાન થયું પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં મતદાન અંગે મિનિટ-ટુ-મિનિટ અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    Beyond the Valley: Naga-Kuki tensions pile pressure on Manipur’s new government
    Next Article
    ચુંટણી ટાણે CM સુરતમાં DyCM રાજકોટમા:અમદાવાદમાં ભાજપ નેતાઓનો વિરોધ, કોંગ્રેસે લીધો AI રીલનો સહારો, ઝઘડિયા GIDCમાં બ્લાસ્ટ 15 કામદારો દાઝ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment