Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિહોરના રિક્ષા ચાલકના બે બેંક એકાઉન્ટમાંથી 90 હજાર ઉપડી ગયા:સોશિયલ મીડિયા પર આવેલી APK ફાઈલ ડાઉનલોડ કરી હતી, સાયબર ક્રાઈમમાં ફરિયાદ

    7 hours ago

    ભાવનગરના સિહોરમાં રિક્ષા ચાલક મહમદભાઈ કથીરીના મોબાઈલ પર આવેલી અજાણી APK ફાઈલ ઓપન કરતા જ ફોન હેંગ થઈ ગયો હતો. ત્યારબાદ તેમના બે બેંક એકાઉન્ટમાંથી ₹ 90 હજાર ઉપડી જતાં તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. APK ફાઈલ ડાઉનલોડ કરતા સિસ્ટમ અપડેટ થઈ સિહોરમાં આવેલા મેરુ પાર્ક વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા મહમદભાઈ રફિકભાઈ કથીરી ગંગાજળિયા તળાવ પાસે રિક્ષા સ્ટેન્ડ પર હતા, ત્યારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક અજાણી APK ફાઈલ આવી હતી. તેમણે આ ફાઈલ ઇન્સ્ટોલ કરતાં જ મોબાઈલમાં ઓટોમેટિક સિસ્ટમ અપડેટ શરૂ થઈ ગઈ હતી. આશરે 20 મિનિટ બાદ ફોન ચાલુ થતાં જ મોબાઈલમાંથી તમામ એપ્લિકેશન્સ ડિલીટ થઈ ગઈ હતી. બે બેંક એકાઉન્ટમાંથી 90 હજાર ઉપડી ગયા મહમદભાઈએ જ્યારે તમામ એપ્લિકેશન્સ ફરીથી ઇન્સ્ટોલ કરી અને ગૂગલ પે ડાઉનલોડ કર્યું, ત્યારે તેમના બે બેંક એકાઉન્ટમાંથી કુલ ₹ 90,000 ડેબિટ થયાના મેસેજ મળ્યા હતા. અજાણ્યા શખસે તેમનો ફોન હેક કરીને આ ઓનલાઈન ઠગાઈ આચરી હતી. આ બનાવ અંગે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સ સામે BNS ની કલમ 318(4), 319(2) તથા આઈ.ટી. એક્ટની કલમ 43એ, 43(એફ) અને 66(ડી) મુજબ ગુનો દાખલ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના ‘નક્ષત્ર સેફ વોલ્ટ’ ચોરીકાંડની ઇન્સાઇડ સ્ટોરી:ચાવી બનાવનારને એક લોકર તોડવાના રૂ. 1,200 આપતા, CCTV ડિલીટ કરવા ગૂગલ જેમિનીનો ઉપયોગ; ચોરીનો આંક 3.50 કરોડે પહોંચ્યો
    Next Article
    Upper Assam Flood: 50 साल की सबसे भीषण बाढ़ में बर्बाद हुआ Sivasagar, बाढ़ में पानी की भारी किल्ल्त

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment