Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂની 90 હજાર બોટલ પર બુલડોઝર ફેરવી દેવાયું:મહેસાણામાં બે વર્ષમાં ઝડપાયેલા 3 કરોડના દારૂનો નાશ

    5 days ago

    મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન અલગ-અલગ દરોડામાં ઝડપી પાડેલા વિદેશી દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. મહેસાણા બાયપાસ હાઇવે નજીક આયોજિત આ કામગીરીમાં હજારો બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા દારૂની નદીઓ વહી હતી. મહેસાણા બાયપાસ હાઇવે પર વ્યવસ્થા કરાઈ હતી મહેસાણા તાલુકા, મહેસાણા એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત બે વર્ષમાં અંદાજે 90,000થી વધુ વિદેશી દારૂની નાની-મોટી બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ જથ્થાની બજાર કિંમત અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ મુદ્દામાલનો નિકાલ કરવા માટે તંત્ર દ્વારા મહેસાણા બાયપાસ હાઇવે પર વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ કાચ-પ્રવાહીને દાટી દેવાયું આ સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી ઉર્વીશ વાળંદ, ડીવાયએસપી મિલાપ પટેલ તેમજ સ્થાનિક પીઆઇ સહિતના પોલીસ કાફલાની કડક દેખરેખ હેઠળ યોજાઈ હતી. રોડ પર ગોઠવવામાં આવેલી હજારો બોટલો પર બુલડોઝર ફેરવી તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. દારૂના જથ્થાનો નાશ કર્યા બાદ પર્યાવરણ અને સલામતીને ધ્યાને રાખી બાજુમાં જ ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં આ તમામ કાચ અને પ્રવાહીને દાટી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ UCC બિલ ગૃહમાં રજૂ કર્યું:ભાજપના ધારાસભ્યોએ જયશ્રી રામના નારા લગાવ્યા, એકથી વધુ લગ્ન કરનારને 4 વર્ષની સજા, કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય
    Next Article
    બોટાદ મારામારી કેસના ફરાર 4 આરોપીઓ ઝડપાયા:પોલીસે ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું, કાયદાનું ભાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment