Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે વ્યાજખોર પાસેથી 90 અરજદારની મિલકતની રિકવરી:તેરા તુજ કો અર્પણ અંતર્ગત 1 કરોડથી વધુ કિંમતની વસ્તુઓ પરત અપાવી, જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા

    9 hours ago

    રાજકોટ ગ્રામ્ય પોલીસે બે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી અરજદારોને પોતાની વસ્તુ પરત અપાવી છે. જેમાં પોલીસે વાસાવડના વ્યાજખોર બંધુ પાસેથી સોના-ચાંદીના દાગીના, જમીન- મકાન-પ્લોટના દસ્તાવેજ, આરસી બુક, કોરા ચેક સહિત 1 કરોડ 5 લાખ 79 હજાર 450 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી 90 અરજદારને પરત અપાવ્યો છે. ગોંડલમાં બે વ્યાજખોરની ધરપકડ ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં રહેતા લલિત ઉર્ફે નિલેશ મોહનભાઈ ટારીયાએ વાસાવડના વ્યાજખોર બે ભાઈઓ સોહીલ રફીક ઉર્ફે બાબુ સલાટ અને તેના ભાઈ ઈરફાન સામે વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં 44,000 રૂપિયા 3 ટકા વ્યાજે લીધા બાદ 22 હજાર રકમ ભરપાઈ કરી હતી. તે પછી આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી અને પોતે વ્યાજ નહીં ભરી શકતા બંને ભાઈ પઠાણી ઉઘરાણી કરી ટાંટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. જેથી પોલીસે બંને ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વ્યાજખોરો પાસેથી 90 અરજદારની વસ્તુ રિકવર વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહીથી એક બાદ એક ભોગ બનનાર લોકો પોલીસનો સંપર્ક કરતા કુલ 90 લોકોએ સુલતાનપુર પોલીસ આવ્યા હતા. વ્યાજખોરો અંગે પોતે કેવી રીતે શિકાર બન્યા તેની હકીકત જણાવી હતી. આ પછી આરોપી દ્વારા તમામ અરજદારોની વસ્તુઓ પરત અપાવવા સહમતી દાખવતા આજે તમામ 90 અરજદારને પોતાની વસ્તુ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં સુલતાનપુર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી પરત કરવામાં આવી હતી. 18 તોલા સોનાના દાગીના સહિતની વસ્તુ પરત કરાઈ પોલીસે વ્યાજખોર બેલડી પાસેથી કબજે કરેલા 27,48,450 રૂપિયાના 180.65 ગ્રામ સોનાના દાગીના, 49.31 લાખના 19 કિલો 724 ગ્રામ ચાંદીના દાગીના, 29 લાખના જમીન, મકાન, પ્લોટના દસ્તાવેજ તેમજ આરસી બુક અને 6 કોરા ચેક સહીત 1 કરોડ 5 લાખ 79 હજાર 450 રૂપિયાની વસ્તુઓ પરત અપાવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓ જોડાયા:સાયન્સ ઈન સંસ્કૃત-પ્રાચીન ગ્રંથો આધારિત 10 આકર્ષક ટેબ્લો અને સાંસ્કૃતિક કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા, સિવિલના નવા સુપ્રિટેન્ડેન્ટ એક્શનમાં
    Next Article
    Bhagwant Mann’s OSD sends notice to media outlets over ‘baseless’ reports on ‘nexus’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment