Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાના ફ્લોરિડામાં રસ્તા પર વિમાન ક્રેશ:પડતાં જ અગનગોળામાં ફેરવાયું, 9 લોકો સવાર હતા; રોડ પર આગ લાગી; VIDEO

    18 hours ago

    અમેરિકાના ફ્લોરિડા રાજ્યના પામ બીચમાં રવિવારે એક વિમાન ક્રેશ થયું. આ લિયરજેટ 60 (N722BD) વિમાન હતું. CNN અનુસાર, તેમાં 9 લોકો સવાર હતા. આ એક બિઝનેસ જેટ હતું. ઘટનાના વીડિયોમાં ઘટના સ્થળે સળગતો કાટમાળ અને આગ દેખાઈ રહી છે. હજુ સુધી એ માહિતી સામે આવી નથી કે વિમાન ક્યાંથી ઉડ્યું હતું અને ક્યાં જઈ રહ્યું હતું. ઘટનાની તસવીરો… દાવો- વિમાન ક્રેશ થતાં પહેલાં વીજળીની લાઇન સાથે અથડાયું કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે વિમાન ક્રેશ થતાં પહેલાં વીજળીની લાઇન સાથે અથડાયું હતું. જોકે, અધિકારીઓએ આ દાવાની પુષ્ટિ કરી નથી. અધિકારીઓ હવે મામલાની તપાસ કરી રહ્યા છે. એજન્સીએ જણાવ્યું છે કે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ ક્રેશની તપાસ કરશે. અમેરિકામાં વિમાન ક્રેશની અગાઉની ઘટનાઓ... 30 ઑક્ટોબર 2026: હવાઈના વાઇમિયામાં 5 લોકોને લઈ જતું એક નાનું વિમાન ખેતરમાં ક્રેશ થયું. 13 ઑક્ટોબર 2026: વિસ્કોન્સિનના ડેલોનાના ગાઢ જંગલોમાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં 6 લોકોનાં મોત થયા. 15 જૂન 2026: કેલિફોર્નિયાના એડવર્ડ્સ એર ફોર્સ બેઝ પાસે અમેરિકી વાયુસેનાનું બી-52 બોમ્બર વિમાન ઉડાન ભર્યા બાદ તરત જ ક્રેશ થયું, જેમાં 8 લોકોનાં મોત થયા. 30 એપ્રિલ 2026: ટેક્સાસના વિમ્બરલી પાસે સેસ્ના 421C વિમાન ઝડપી ગતિએ જમીન સાથે અથડાઈને ક્રેશ થયું, જેમાં સવાર તમામ 5 લોકોનાં મોત થયા.
    Click here to Read More
    Previous Article
    Pakistan Set For Major Central Contracts Shake-Up; Two Veterans Facing Axe
    Next Article
    અમેરિકાના ફ્લોરિડામાં રસ્તા પર વિમાન ક્રેશ:પડતાં જ અગનગોળામાં ફેરવાયું, 9 લોકો સવાર હતા; રોડ પર આગ લાગી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment