Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં જુગારધામ પર પોલીસનો દરોડો:અબુ ટંડેલના ઘરેથી 9 શખ્સો ₹5.76 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

    2 सप्ताह पहले

    નવસારીના વિજલપોર સ્થિત શ્યામનગરમાં જલાલપોર પોલીસે એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને તીનપત્તીનો જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે ₹5.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જલાલપોર પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે વિજલપોરના શ્યામનગર વિસ્તારમાં આવેલા નિર્મલ ઉર્ફે અબુ ટંડેલના મકાનમાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્ટાફ સાથે ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસની રેડ દરમિયાન મકાનમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા 9 જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે તમામ જુગારીઓને ઘેરીને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ધીરજ દુબે, કરણ કુંભાર, અતુલ યાદવ, રાજાભૈયા ચૌધરી, શૈલેન્દ્ર સોનકર, ધીરજ સોનકર, રમીઝ પઠાણ, રામસિંગ ચૌધરી અને મકાન માલિક નિર્ભય ઉર્ફે અબુ ટંડેલનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા ₹45,270, ₹1.36 લાખની કિંમતના 10 મોબાઈલ ફોન અને ₹3.95 લાખની કિંમતની 6 મોટરસાઈકલ સહિત કુલ ₹5.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બીલીમોરામાં 4 દિવસમાં બીજી ચોરી, CCTV:દુકાનનું શટર ઊંચું કરીને મુખ્ય માર્ગ પરની દુકાનમાં પણ ચોરે હાથ ફેરો કર્યો
    Next Article
    उत्तराखंड में 'जिहादी ड्रग' की हाईटेक लैब, रोज 50000 कमा रहा था मालिक, 227KG कैप्टागॉन को लेकर हुए बड़े खुलासे 

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment