Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવગઢ બારીયામાં 9 રેતીના ડમ્પર ઝડપાયા:₹2.10 કરોડનો મુદ્દામાલ સીઝ, ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી

    14 hours ago

    દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ફાંગીયા-સાગટાળા રોડ પરથી ખાણ ખનિજ વિભાગે આજે વહેલી સવારે ગેરકાયદેસર રેતીનું વહન કરતા 9 ઓવરલોડ ડમ્પરોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં આશરે ₹2.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ખાણ ખનિજ વિભાગની ટીમે બિનઅધિકૃત રીતે સાદી રેતીનું વહન કરતા આ ડમ્પરોને રંગેહાથ પકડ્યા હતા. આ ઘટનાથી પંથકમાં રેતી ચોરી કરતા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગને દેવગઢ બારીયા પંથકમાંથી મોટા પાયે સાદી રેતીનું બિનઅધિકૃત અને ક્ષમતા કરતા વધુ વહન થતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિભાગની સ્પેશિયલ ટીમે ફાંગીયા-સાગટાળા રોડ પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન, કુલ 9 ડમ્પર વાહનોમાં કોઈપણ કાયદેસરની પરમિટ વગર અથવા ઓવરલોડ રેતી ભરેલી હોવાનું જણાઈ આવ્યું. ખાણ ખનિજ વિભાગે તાત્કાલિક ધોરણે તમામ 9 ડમ્પરોને સીઝ કર્યા. જપ્ત કરાયેલા વાહનો અને રેતીના જથ્થાની બજાર કિંમત આશરે ₹2.10 કરોડ અંદાજવામાં આવી છે. હાલમાં તમામ વાહનોને સુરક્ષિત સ્થળે ખસેડી, વાહન માલિકો વિરુદ્ધ કાયદેસરની દંડકીય કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તંત્રએ ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં પણ જિલ્લાના વિવિધ માર્ગો પર આકસ્મિક ચેકિંગ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બ્રહ્મલીન ભારતી બાપુની 5મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી:​ગિરનારની ગોદમાં સંતવાણી, હરિહરાનંદ ભારતીના સાનિધ્યમાં ભવ્ય સંત ભંડારો અને ધાર્મિક મહોત્સવ યોજાયો
    Next Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 19 માર્ચે પોરબંદરની મુલાકાતે:₹356.82 કરોડના કુલ 45 વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment