Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીંબડીના સમલા ગામે જુગારધામ ઝડપાયું:9 જુગારી ₹11.09 લાખના મુદ્દામાલ સાથે પકડાયા

    11 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સમલા ગામેથી એક જુગારધામ ઝડપાયું છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સુરેન્દ્રનગર દ્વારા દરોડા પાડીને ગંજીપાના વડે જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કુલ ₹11,09,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારના કેસો શોધી કાઢી આવી બદીઓને નાબૂદ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, પેરોલ ફર્લો સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમારને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડા ₹24,400, નવ મોબાઈલ ફોન (કિંમત ₹85,000) અને બે ફોર વ્હીલ ગાડીઓ (કિંમત ₹10,00,000) સહિત કુલ ₹11,09,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા નવ આરોપીઓ વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુગાર રમતા પકડાયેલા આરોપીઓમાં નાગજીભાઈ વાઘાભાઈ કલોત્રા (રહે. સુરેન્દ્રનગર), હિંમતભાઈ બેચરભાઈ કઝણરીયા (રહે. સુરેન્દ્રનગર), રાજદીપભાઈ જયંતીભાઈ પટેલ (રહે. વઢવાણ), વિપુલભાઈ બાબુલાલ શાહ (રહે. જોરાવરનગર), મહેન્દ્રભાઈ કાંતિલાલ ચંદારાણા (રહે. સુરેન્દ્રનગર), નારણભાઈ નાગજીભાઈ નાંઘા (રહે. સુરેન્દ્રનગર), પંકજભાઈ પ્રમોદરાય શાહ (રહે. સુરેન્દ્રનગર), વિક્રમસિંહ બાપલસિંહ ઝાલા (રહે. સમલા) અને કમલેશભાઈ અમૃતભાઈ શાહ (રહે. લીંબડી)નો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    સીમલીયા CHCમાં એક વર્ષથી કાયમી ડોક્ટર નથી:ઘોઘંબાના આદિવાસી દર્દીઓને સારવાર માટે હાલાકી
    Next Article
    Rajkot Accident News | રાજકોટમાં રૈયા રોડ પર સગીરે સર્જ્યો અકસ્માત | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment