Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અન્ન સુરક્ષા અધિકાર અભિયાન દ્વારા 9 જિલ્લામાં સર્વે કરાયો:PMMVYનો લાભ માત્ર 27.4 ટકા મહિલાઓને જ મળ્યો, નમો શ્રી યોજનાનો 18 મહિલાઓને જ લાભ મળ્યો

    16 hours ago

    ગુજરાતમાં ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મહિલાઓને આર્થિક સહાય અને પોષણ પૂરું પાડવાના દાવાઓ વચ્ચે સરકારી યોજનાઓના ગ્રાઉન્ડ રિયાલિટી પર ગંભીર સવાલો ઊભા થયા છે. ‘અન્ન સુરક્ષા અધિકાર અભિયાન’ દ્વારા હાથ ધરવામાં આવેલા એક વિસ્તૃત સર્વેમાં સામે આવ્યું છે કે, મોટાભાગની લાયક મહિલાઓ માતૃત્વ યોજનાના હકથી વંચિત રહી જાય છે. જૂન અને જુલાઈ 2026 દરમિયાન રાજ્યના 9 જિલ્લાના 15 તાલુકાઓમાં 369 મહિલાઓને આવરી લઈને કરવામાં આવેલા આ સર્વેમાં યોજનાઓના અમલીકરણની અનેક ગંભીર ખામીઓ છતી થઈ છે. આ ક્ષતિઓ દૂર કરવા અને લાભાર્થીઓને સમયસર હક અપાવવા માટે આગામી 23 નવેમ્બરના રોજ એક પ્રતિનિધિમંડળ ગાંધીનગર ખાતે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને મળીને રજૂઆત કરશે. PMMVY અને નમો શ્રી યોજનાના ચોંકાવનારા આંકડા સર્વેના તારણ મુજબ 70.2 ટકા મહિલાઓ 'પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના' (PMMVY) વિશે માહિતગાર હતી, પરંતુ તેમાંથી માત્ર 27.4 ટકા મહિલાઓને જ ખાતામાં સહાયની રકમ મળી શકી છે. કુલ 369 મહિલાઓમાંથી 247 મહિલાઓને યોજના હેઠળ એક પણ રૂપિયો મળ્યો નહોતો, જ્યારે 20 મહિલાઓને લાભ મળ્યો છે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા જ નહોતી. બીજી તરફ, રાજ્ય સરકારની ‘નમો શ્રી યોજના’માં સ્થિતિ વધુ ચિંતાજનક છે. સર્વેક્ષણમાં સામેલ અરજદારોમાંથી માત્ર 4.8 ટકા (18 મહિલાઓ)ને જ લાભ મળ્યો હતો, જે પૈકી માત્ર 6 મહિલાઓને નિર્ધારિત સંપૂર્ણ લાભ મળ્યો હતો અને બાકીની મહિલાઓને ₹7 હજારથી ₹10 હજાર વચ્ચેની રકમ મળી હતી. સર્વેક્ષણના મુખ્ય તારણો એક નજરે દસ્તાવેજો અને નોંધણી હોવા છતાં ‘ડિજિટલ અડચણો’ નડતરરૂપ દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબી, ભાવનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લામાં હાથ ધરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 93.2 ટકા મહિલાઓ પાસે ઓળખ કાર્ડ, 82.7% પાસે બેંક ખાતું અને 91.3% મહિલાઓની આંગણવાડીમાં નોંધણી થયેલી હતી. તેમ છતાં ઈ-કેવાયસી (e-KYC), ડિજિટલ પોર્ટલની ખામીઓ અને ઓટીપી સંબંધિત સમસ્યાઓ સહાય મેળવવામાં સૌથી મોટી અડચણ બની રહી છે. 57.5 ટકા મહિલાઓનો ઓટીપી પતિના મોબાઇલ પર જતો હતો, જ્યારે માત્ર 22.5 ટકા મહિલાઓ પાસે પોતાનો નંબર લિંક હતો. ગરમ રાંધેલું ભોજન પણ મળતું નથી આર્થિક સહાય ઉપરાંત પૂરક પોષણ વ્યવસ્થામાં પણ મોટી ક્ષતિઓ સામે આવી છે. દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠાના 170 ઉત્તરદાતાઓમાંથી 96 મહિલાઓએ જણાવ્યું કે તેમને ગર્ભવતી અને ધાત્રી અવસ્થા દરમિયાન મળવાપાત્ર ગરમ રાંધેલું ભોજન મળતું નથી. ભોજન મેળવતી 74 મહિલાઓમાંથી માત્ર 23 મહિલાઓને જ નિયમિત દરરોજ ભોજન પૂરું પાડવામાં આવતું હતું, જ્યારે 44 બહેનોને અઠવાડિયામાં માંડ બે-ત્રણ દિવસ જ ભોજન મળતું હતું. ડિજિટલાઇઝેશન અને વહીવટી અડચણો દૂર કરવા માંગ: સેજલબેન અન્ન સુરક્ષા અધિકાર અભિયાન સાથે સંકળાયેલા સેજલબેને જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ ₹6 હજાર સહાય મળે છે, જેમાં ગુજરાત સરકારે નમો શ્રી હેઠળ વધુ ₹6 હજાર ઉમેર્યા છે. તમિલનાડુમાં મહિલાઓને ₹28 હજાર મળે છે, જ્યારે ગુજરાતમાં વધારો કર્યા છતાં પૂરતી રકમ લાભાર્થીઓ સુધી પહોંચતી નથી. ડિજિટલાઇઝેશન, વારંવાર ડોક્યુમેન્ટ અપલોડિંગ અને ૧૬ હજાર આંગણવાડીઓની ખાલી જગ્યાઓને કારણે યોજનાઓ કાગળ પર રહી જાય છે. અમે 14 જિલ્લાઓમાં જાગૃતિ અભિયાન ચલાવી 23 નવેમ્બરે ગાંધીનગરમાં મંત્રીઓ સમક્ષ રજૂઆત કરીશું.” સ્થળાંતરિત પરિવારો બંને છેડેથી લાભથી વંચિત: શર્માબેન દાહોદથી અમદાવાદ મજૂરી કરવા આવેલા શર્માબેને પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, “અમે રોજગારી માટે ગામડાં છોડીને શહેરમાં આવીએ છીએ, પરંતુ અમને ક્યાંય લાભ મળતો નથી. ગામડામાં જઈએ તો કહે છે શહેરમાં લાભ મળશે અને શહેરમાં જઈએ તો ગામડે જવાનું કહે છે. આ સિસ્ટમમાં બાળકો અને મહિલાઓ પૌષ્ટિક આહારથી વંચિત રહી જાય છે અને અમારું શોષણ થાય છે.”
    Click here to Read More
    Previous Article
    તહેવારો પહેલા માર્ગ સલામતી માટે નિર્દેશ અપાયા:નિવાસી અધિક કલેક્ટર સી.વી. લટાના અધ્યક્ષ સ્થાને બેઠક; ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની સૂચના
    Next Article
    બે મહિને બનેલો કિર્તીદાનના ગરબાનો ડોમ ધરાશાયી:અમદાવાદની 'પરંપરા' નવરાત્રિનું શિડ્યુલ ખોરવાઈ શકે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું સર્ટિ. અને ફાયર NOC મળ્યા નહોતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment