Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મા-હિંમતનગર રેલ લાઇન 9 વર્ષ પછી ફરી શરૂ થશે:PM મોદી આવતીકાલે વર્ચ્યુઅલી લીલી ઝંડી આપશે, આજે ટ્રાયલ રન

    16 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની રેલ લાઇન નવ વર્ષના લાંબા ગાળા બાદ ફરી શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, 31 માર્ચના રોજ, ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા MEMU ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી આપશે. આ પહેલા આજે અસારવાથી હિંમતનગર થઈને ખેડબ્રહ્મા સુધી ઇલેક્ટ્રિક લોકોમોટિવનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. આ ટ્રાયલ દરમિયાન, ઇલેક્ટ્રિક એન્જિન હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે ત્રણ વખત દોડાવવામાં આવ્યું હતું અને પરત હિંમતનગર આવ્યું હતું. ભારતીય રેલવેના આધુનિકીકરણ અને ક્ષમતા વિસ્તરણના વિઝનના ભાગરૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં રૂ. 891 કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. આ મુખ્ય કાર્યક્રમ વાવ-થરાદ જિલ્લા ખાતે યોજાશે, જ્યાંથી વડાપ્રધાન વર્ચ્યુઅલી ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ રેલવે લાઇન પર પ્રથમ ટ્રેનનું ઈ-લોકાર્પણ કરશે. રેલવે વિભાગ દ્વારા હજુ સુધી ઉદ્ઘાટન કાર્યક્રમના સમય કે નવી MEMU ટ્રેનના સંચાલન સમયપત્રક અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક લોકોની અપેક્ષા છે કે આ ટ્રેન અસારવાથી ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્માથી અસારવા સુધી દિવસ દરમિયાન દોડે, જેથી ખેડબ્રહ્માના માતાજીના દર્શને આવતા ભક્તોને સાચા અર્થમાં લાભ મળી શકે.
    Click here to Read More
    Previous Article
    સ્વિમિંગ પુલમાં ડૂબી જતા બે માસૂમના મોત:રાજકોટના સોપાન હાઈટ્સ બિલ્ડિંગના પુલમાં સગા ભાઈ-બહેન ડૂબ્યા, બાળકોના મોતથી પરિવારમાં કલ્પાંત
    Next Article
    ગીર સોમનાથમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો:તંત્ર સતર્ક, અફવાઓથી દૂર રહેવા અપીલ; કાળા બજાર સામે કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment