Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રધાનમંત્રી આવાસ યોજનાની દુકાનના અપાવવાના નામે 9 લાખની ઠગાઈ:MGVCLના આસિસ્ટન્ટ લાઇનમેન પાસેથી 16 લાખમાં દુકાનનો સોદો કરી નાણાં પડાવ્યા, મનપાના ખોટા સિક્કા અને સબ રજિસ્ટ્રાર કચેરીની બનાવટી રસીદ આપી

    1 day ago

    વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દુકાન અપાવવાના નામે એમજીવીસીએલના આસિસ્ટન્ટ લાઇનમેન સાથે રૂ.9.05 લાખની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. સુભાનપુરાની ઝાંસી રાણી હાઉસિંગમાં દુકાન નં.2 અપાવવાનું કહી ચાર શખ્સોએ ટુકડે-ટુકડે નાણાં વસૂલ્યા હતા. એટલું જ નહીં, વિશ્વાસ બેસાડવા નોટરી રૂબરૂ બાનાખત કરાવી વેચાણ દસ્તાવેજનો ડ્રાફ્ટ અને મહાનગરપાલિકાના સિક્કાવાળી પહોંચ પણ આપી હતી. જોકે, લાંબા સમય સુધી દુકાનનો કબજો નહીં મળતાં તપાસ કરાવતાં દસ્તાવેજો બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. આખરે લાઈનમેને ઠગ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનના છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે વડોદરા શહેરના ગોત્રી રોડ પર ટીબી હોસ્પિટલ સામે આવેલી સુદામાનગર સોસાયટીમાં રહેતા પ્રતિકકુમાર હિમતસિંહ બારોટ (ઉં.વ. 36) એમજીવીસીએલની કોયલી સબ ડિવિઝનમાં આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે નોકરી કરે છે. તેમના સાળા દીપક મકવાણાના પરિચયથી શુભમ મહાવર સાથે ઓળખાણ થઈ હતી. શુભમે જૂન-2025માં તેમને સમતા વિસ્તારમાં આવેલી સંદીપ એસ્ટેટ એજન્સીની ઓફિસે લઈ જઈ જીલ અશોકકુમાર બારોટ, રોહન સોલંકી અને કશ્યપ જોષી સાથે મુલાકાત કરાવી હતી. આ પૈકી કશ્યપ જોષીને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી તરીકે ઓળખાવવામાં આવ્યો હતો. આ શખ્સોએ સુભાનપુરા ટીપી-1, એફપી-105 ખાતે આવેલી ઝાંસી રાણી હાઉસિંગ યોજનામાં દુકાન નં.2 રૂ.16 લાખમાં અપાવવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં રૂ.50 હજાર અને ત્યારબાદ રૂ.3.50 લાખ લેવામાં આવ્યા હતા. 14 જૂનના રોજ નોટરી સમક્ષ બાનાખત કરાવી રૂ.30 હજાર કમિશન પણ વસૂલવામાં આવ્યું હતું. ત્યારબાદ વેચાણ દસ્તાવેજ કરાવી આપવાના બહાને માર્ચ-2026માં વધુ રૂ.1.45 લાખ લેવામાં આવ્યા હતા. આ પછી દુકાનના ભાવ વધી ગયા હોવાનું કહી વધુ રૂ.3.30 લાખની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ રૂ.2 લાખ રોકડા, મિત્રના ખાતામાંથી રૂ.1 લાખ અને ગુગલ પે મારફતે રૂ.30 હજાર ચૂકવ્યા હતા. આમ કુલ રૂ.9.05 લાખ ચૂકવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપી જીલ બારોટે વેચાણ દસ્તાવેજનો ડ્રાફ્ટ વોટ્સએપ પર મોકલી તેમાં મહાનગરપાલિકાના સિક્કા અને સબ રજિસ્ટ્રાર કચેરીની પહોંચ પણ આપી હતી. જોકે, દુકાનનો કબજો નહીં મળતાં ફરિયાદીએ દસ્તાવેજોની ખરાઈ કરાવી હતી, જેમાં પહોંચ અને સિક્કા બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પ્રતિકકુમાર બારોટે શુભમ મહાવર, જીલ અશોકકુમાર બારોટ, રોહન લક્ષ્મણસિંહ સોલંકી અને કશ્યપ રાકેશકુમાર જોષી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચાર આરોપીઓનાં નામ જીલ અશોક બારોટ રોહન લક્ષ્મણસિંહ સોલંકી શુભમ મહાવર કશ્યપ રાકેશકુમાર જોષી
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 307 લોકોને રૂ. 66.34 લાખનો મુદ્દામાલ પરત:‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં 67 અરજદારોને રૂ. 44.26 લાખ અને 35 લોકોને મોબાઈલ ફોન મળ્યા
    Next Article
    Ramayana Advance Bookings Cross Rs 80 Crore; Nitesh Tiwari Film Set For Big Opening

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment