Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સુરત પાણીમાં ડૂબ્યું, 9નાં મોત, પહેલા માળ સુધી પાણી, ચંપત રાય બોલ્યા-સમય આવ્યે મોં ખોલીશ, વાયનાડમાં લેન્ડસ્લાઈડનો ભયાનક LIVE વીડિયો

    2 days ago

    નમસ્તે, ઈરાને હોર્મુઝમાં 3 તેલ ટેન્કરોને નિશાન બનાવ્યા. રામ મંદિર દાન ચોરી મામલે રાજીનામું મંજૂર થયા બાદ પૂર્વ મહાસચિવ ચંપત રાયે પત્ર લખ્યો. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે ચોમાસાના વરસાદના કારણે કેરળમાં લેન્ડસ્લાઈડ થઈ, ગુજરાતમાં કેટલાય જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદી ઈન્ડોનેશિયા પ્રવાસના ત્રીજા દિવસે અહીંના સૌથી મોટા હિન્દુ મંદિરના દર્શન કરશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. 2. ખામેનીના પાર્થિવ દેહને ઈરાકમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. 📰 કાલના મોટા સમાચારો 1. કોમમાં ખામેનીની અંતિમ યાત્રા વચ્ચે હોર્મુઝમાં ઈરાનનો હુમલો:3 ટેન્કરોને નિશાન બનાવ્યા, કહ્યું- 'જહાજોએ નક્કી કરેલા રૂટ છોડ્યા, અહીં સુરક્ષાની ગેરન્ટી નહીં' પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનીની અંતિમ યાત્રા દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર ફરી હુમલા શરૂ કરી દીધા છે. સરકારી મીડિયા IRIB એ દાવો કર્યો છે કે, હોર્મુઝમાં કતારના ઓઈલ ટેન્કર 'અલ-રકાયત'ને નિશાન બનાવવામાં આવ્યું. અહેવાલ મુજબ, આ જહાજ ઈરાનની ચેતવણીઓને અવગણીને અમેરિકન નૌકાદળની મદદથી હોર્મુઝ સ્ટ્રેટમાં ઓમાનવાળા માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ઈરાનનું કહેવું છે કે, હોર્મુઝમાંથી પસાર થતા તમામ જહાજોએ તે જ માર્ગનો ઉપયોગ કરવો પડશે, જે તેહરાન જણાવશે. આવું ન કરવા પર જહાજોની સુરક્ષાની ગેરંટી આપી શકાય નહીં. બીજી તરફ, 'એક્સિયોસ'ના જણાવ્યા અનુસાર ઈરાનની સેનાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા બે કોમર્શિયલ જહાજો પર ઓછામાં ઓછી બે મિસાઈલો દાગી હતી. આમાંથી એક જહાજ ઓમાનના કિનારા નજીક મિસાઈલ સાથે અથડાયું હતું, જ્યારે બીજું જહાજ પણ હુમલાની લપેટમાં આવી ગયું હતું. બંને જહાજોને ભારે નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી. બીજી તરફ, અયાતુલ્લા અલી ખામેનીની અંતિમ યાત્રા મંગળવારે શિયાઓના ધાર્મિક શહેર કોમ પહોંચી હતી. આ અંતિમ યાત્રામાં લાખો લોકોએ લાલ કપડું અર્પણ કર્યું હતું. ઇસ્લામિક પરંપરામાં તેને બદલો અથવા લોહીની માંગનું પ્રતીક માનવામાં આવે છે. લાખો લોકો તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા. ખામેનીએ પ્રારંભિક ઇસ્લામિક શિક્ષણ અહીં જ મેળવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર… 2. રામ મંદિર દાન ચોરી પર ચંપત રાયે મૌન તોડ્યું:રામચરિતમાનસની ચોપાઈ સાથે પત્રમાં લખ્યું, 'SITના રિપોર્ટ બાદ તમામ આરોપોના જવાબ આપીશ' અયોધ્યા રામ મંદિરના ચઢાવા ચોરીના મામલામાં આરોપોથી ઘેરાયેલા પૂર્વ મહાસચિવ ચંપત રાયે મંગળવારે શ્રીરામચરિતમાનસની ચોપાઈ લખીને પોતાની ચૂપકીદી તોડી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું- ‘ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરિખિઅહિં ચારી’. મતલબ- ધીરજ, ધર્મ, મિત્ર અને પત્ની આ ચારેયની વાસ્તવિક પરીક્ષા સંકટના સમયે જ થાય છે. ચંપત રાયે રામ ભક્તોના નામે હાથેથી લખેલો પત્ર પણ જાહેર કર્યો. તેમાં લખ્યું હતું- 'રામ મંદિરમાં દાનપાત્રની ગણતરી સમયે થયેલી ચોરીને લઈને મારા પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે, મેં મૌન ધારણ કરી લીધું છે.' 'સોમવારે ટ્રસ્ટની બેઠકમાં SITનો પ્રારંભિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો, જે હવે સાર્વજનિક થઈ ચૂક્યો છે. જ્યારે કે અહેવાલ અત્યંત ગોપનીય હતો. હું આપ સૌને ખાતરી આપું છું કે SITનો અંતિમ અહેવાલ આવ્યા પછી હું મારા પર લગાવવામાં આવેલા તમામ આરોપો અને દુષ્પ્રચારનો તથ્યપૂર્ણ જવાબ આપીશ. સત્ય સૌની સામે આવી જશે.' વાંચો સંપૂર્ણ સમાચાર 3. કેરલમના વાયનાડમાં ભૂસ્ખલન, 3નાં મોત, અનેક દટાયા:તીવ્ર મોજાં ટેન્કરને તણખલાંની જેમ વહાવી લઈ ગયાં; 2024માં અહીં 400 મૃત્યુ થયાં હતાં કેરલમના વાયનાડમાં મંગળવારે બપોરે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું. આ દુર્ઘટનામાં ત્રણનાં મોત થયા, 8 લોકો ઘાયલ થયા છે. ઘણા લોકો ફસાયા હોવાના અહેવાલ છે. આ દુર્ઘટના કલ્લાડી સ્થિત મીનાક્ષી બ્રિજ પાસે થઈ. અહીં મલપ્પુરમ-વાયનાડ ટનલ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ટનલમાંથી માટી કાઢીને બહાર એકઠી કરવામાં આવી હતી. વરસાદને કારણે માટી ધસી પડી, જેના કારણે વૃક્ષો ઉખડી ગયા અને બેરિકેડ પણ તણાઈ ગયા. આ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક ટેન્કર પાણીના તેજ પ્રવાહમાં તણખલાની જેમ તણાતું દેખાઈ રહ્યું છે. પોલીસ, NDRFની ટીમ બચાવ કાર્ય કરી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કાટમાળ હટાવવા માટે ભારે મશીનોની જરૂર પડશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સતત વરસાદને કારણે સોમવારથી જ ટનલ નિર્માણનું કામ રોકી દેવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. PM મોદીનો ઇન્ડોનેશિયાથી ચીનને કડક સંદેશ:કહ્યું- ભારત સ્વતંત્ર ઇન્ડો-પેસિફિકનો સમર્થક છે; ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બોલ્યા- હું મોદીનું કરિયર કોપી કરું છું PM મોદીએ કહ્યું, 'ભારત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિનો પક્ષકાર છે. બધા દેશો આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરે અને દરિયાઈ માર્ગો બધા માટે ખુલ્લા રહે.' મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આ ક્ષેત્રમાં ચીનની વધતી ગતિવિધિઓને લઈને ઘણા દેશોની ચિંતા વધી છે. બીજી તરફ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ મોદીના વખાણ કરતા કહ્યું, 'હું તમારી કારકિર્દીની નકલ કરું છું.' તેમણે આટલું કહેતા જ તાળીઓ પડવા લાગી. તેમણે કહ્યું, 'મોદી સરકારની ઘણી યોજનાઓ સફળ રહી છે. તેથી તેઓ તેમને અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સારું થયું કે આ યોજનાઓ પર 'કોપીરાઇટ' નથી. ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે મંગળવારે જકાર્તામાં 20 કરારો થયા. સૌથી મહત્વપૂર્ણ બ્રહ્મોસ ડીલ રહી. આ અંગે બંને દેશો વચ્ચે છેલ્લા 4 મહિનાથી વાતચીત ચાલી રહી હતી. ભારત ઇન્ડોનેશિયાને બ્રહ્મોસ મિસાઈલના વધારાના યુનિટ આપશે. આ સાથે ફિલિપાઇન્સ, વિયેતનામ પછી ઇન્ડોનેશિયા બ્રહ્મોસ ખરીદનાર ત્રીજો દેશ બની ગયો છે. વડાપ્રધાન સાંજે જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. તેઓ બુધવારે ઇન્ડોનેશિયાના સૌથી મોટા હિન્દુ મંદિર પ્રમ્બાનન જશે. આ મંદિર 1000 વર્ષથી પણ વધુ જૂનું છે. PM મોદીને ઇન્ડોનેશિયાનો સર્વોચ્ચ સન્માન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ વડાપ્રધાન મોદીને ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા.વાંચો સંપૂર્ણ સમાચાર 5. ટ્રમ્પે ફિફા અધ્યક્ષને ફોન કરી ખખડાવ્યા!:અમેરિકી ખેલાડીનું રેડ-કાર્ડ રદ કરાવ્યું, ઇતિહાસનો પહેલો કિસ્સો; ટીમ બેલ્જિયમ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફિફા વર્લ્ડ કપમાં અમેરિકન ફૂટબોલર ફોલારિન બાલોગુનનું રેડ કાર્ડ રદ થવા પર વિવાદ થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફન્ટિનોને ફોન કર્યા બાદ રેડ કાર્ડ રદ કરવામાં આવ્યું. આ પછી બાલોગુનને બેલ્જિયમ સામે પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ રમવાની પરવાનગી મળી ગઈ. જોકે, બાલોગુન રમ્યા પછી પણ અમેરિકી ટીમ બેલ્જિયમ સામે 1-4થી હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. ફૂટબોલ વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલો કિસ્સો છે, જ્યારે કોઈ રાષ્ટ્રાધ્યક્ષે રેડ કાર્ડ રદ કરવાની હિમાયત કરી હોય અને ફિફાએ તેને સ્વીકારી પણ લીધું હોય. ફિફાના આ નિર્ણયનો બેલ્જિયમ ફૂટબોલ સંઘ અને યુરોપિયન ફૂટબોલ યુનિયને વિરોધ કર્યો છે. 2018 વર્લ્ડ કપ દરમિયાન પણ કેટલાક દેશોના નેતાઓએ રેફરીના નિર્ણયો પર સાર્વજનિક ટિપ્પણી કરી હતી, પરંતુ તે કિસ્સાઓમાં ફિફાએ પોતાના નિર્ણયોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. 2002 વર્લ્ડ કપમાં સાઉથ કોરિયાના પક્ષમાં કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો પર રાજકીય અને રાજદ્વારી ચર્ચા થઈ હતી, પરંતુ ત્યારે પણ કોઈ સજા કે નિર્ણય બદલવામાં આવ્યો ન હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 2 દિવસમાં 18 ઈંચ વરસાદે સુરતની 'સૂરત' બગાડી નાખી: સુરતમાં ઘર-દુકાનમાં પાણી ઘૂસ્યા, બસ ફસાતા લોકોના જીવ અધ્ધર થયા; 8 જુલાઈએ શાળા-કોલેજો ને કાપડ માર્કેટ બંધ સુરતમાં સોમવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ મંગળવારે પણ યથાવત રહેતા સ્માર્ટ સિટીની સૂરત બગડી ચૂકી છે. શહેરમાં 36 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબકતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના રસ્તાઓ પર જ્યાં વાહનો દોડતા હતા ત્યાં આજે લોકોના રેસ્ક્યૂ માટે બોટ ચલાવવાની સ્થિતિ આવી ગઈ છે. શહેરના અનેક વિસ્તારો એવા છે કે, જ્યાં ઘરો અને દુકાનમાં પાણી ઘૂસી ગયા છે. શોપિંગ કોમ્પલેક્સ બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતા મોટી સંખ્યામાં વાહનો ડૂબી ચૂક્યા છે. ગુજરાતમાં છેલ્લા 16 કલાકમાં 162 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો, જેમાં 6 તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કામરેજમાં 17 ઈંચ, નવસારીમાં 15 ઈંચ, સુરત શહેરમાં 13 ઈંચ, જલાલપોરમાં 11 ઈંચ અને કપરાડામાં 10 ઈંચ વરસાદ ખબાક્યો છે. સુરતની પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો સુરત શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન 18 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો ચાલી રહી છે. સુરત મનપા દ્વારા લિંબાયત ઝોનમાં 300થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 આરોપીને ફાંસી:11ને આજીવન કેદ, 56નાં મોત થયા હતા; ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતું હાઇકોર્ટનું ઐતિહાસિક જજમેન્ટ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે. હાઇકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી 38 આરોપીને ફાંસી અને 11ને આજીવન કેદની સજા યથાવત રાખી છે. સાથે જ તમામ મૃતકોને 10 લાખ, ગંભીર ઈજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને 1 લાખનું વળતર 31 માર્ચ 2027 સુધી ચૂકવવા આદેશ કરાયો છે. ચુકાદો આવ્યા બાદ કોર્ટ પરિસરમાં બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના 3 પીઆઈ અને 2 સ્થાનિક પીઆઈને બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા હતા. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી, 2022ના રોજ દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી. ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી હોય અને 48 આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઈકોર્ટ ગયા હતા. 26 જુલાઈ, 2008ના દિવસે અમદાવાદ શહેરના અલગ અલગ 20 સ્થળો પર થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મહત્વનું છે કે, અમદાવાદ સેશન્સ કોર્ટે જ્યારે આરોપીઓને સજા આપી ત્યારે મંગળવાર હતો અને આજે હાઈકોર્ટે પણ મંગળવારે ચુકાદો આપ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : જમ્મુ-કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાથી તબાહી:પહાડ પરથી પડેલાં પથ્થરો અને માટીથી ઘર-દુકાનો કાટમાળમાં ફેરવાયા, એમપીમાં ક્રેન-જેસીબી નદીમાં તણાયું (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : સીરિયામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત વચ્ચે વિસ્ફોટ:મેક્રોન જે હોટેલમાં રોકાયા હતા તેની નજીક બ્લાસ્ટ થયો; સુરક્ષા વ્યવસ્થામાં વધારો (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : નર્સ પત્નીએ પતિને ડ્રિપમાં ટોયલેટ ક્લીનર નાખીને મારી નાખ્યો:પહેલાં દારુ પીવડાવી છત પરથી ધક્કો માર્યો હતો; એકસ્ટ્રા મેરિટલ અફેરમાં પ્રેમી સાથે મળીને કાવતરું રચ્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : ભારતીય બિઝનેસમેની ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ સાથે 425 કરોડની છેતરપિંડી:CIA એજન્ટ કહીને વિશ્વાસ જીત્યો, કહ્યું- 36 ફાઇટર પ્લેન, મિલિટરી સિસ્ટમ અપાવી દઈશ (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : સરકારે 'એર સુવિધા 2.0' પોર્ટલ લોન્ચ કર્યું:હવે ભારત આવતા દરેક મુસાફર માટે હેલ્થ ડિક્લેરેશન ફોર્મ ભરવું ફરજિયાત; જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : સંજુ સેમસનની ટીમમાંથી બાદબાકી નથી થઈ:ભવિષ્યના મોટા પ્લાન અંતર્ગત BCCIનો નિર્ણય; ઝિમ્બાબ્વે પ્રવાસ '2028 ટી-20 વર્લ્ડ કપ'ની તૈયારીનો ભાગ (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ઠગે વિશ્વાસ જીતીને સાધુને છેતર્યા:કોઈપણ વ્યક્તિ પર ભરોસો કરતા પહેલા ઇરાદાઓને સમજો, તરત વિશ્વાસ કરવો નુકસાનનું કારણ બની શકે (વાંચો સંપૂર્ણ વાર્તા) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ટીવી જોયા વિના દૂધ નથી આપતી ભેંસ સોશિયલ મીડિયા પર એક ભેંસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ભેંસ ટીવી જોયા વિના દૂધ નથી આપતી. આ વીડિયોને અત્યાર સુધીમાં 18 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગુજરાત એક્સપ્લેનર : અડધો કલાક મોઢામાં માણસનો હાથ પકડીને બેઠો રહ્યો સિંહ: પંપાળ્યો તો છોડી દીધો, આખરે સિંહે માણસને ખાધો કેમ નહીં 2. પારકી પંચાત : ‘વિકાસ’ને ઉપડી પ્રસૂતિની પીડા!: પૂર્વ મંત્રીએ ટાંટિયા લાંબા કરી લોકોને સાંભળ્યા; અમદાવાદ પોલીસે વીડિયો પોસ્ટ કર્યો ને AMCની ફજેતી થઈ 3. બાતમીદારે કહ્યું- એ ગુમ નથી થઇ, હત્યા થઇ છે: જેને દુનિયા અકસ્માત માનતી હતી તેની હકીકત કંઇક જુદી જ નીકળી, લગ્નના 4 મહિનામાં શું બની ગયું? 4. Editor's View: 'સાહેબ મેં એ કાર જોઇ છે': એક ફોનથી ઉકેલાયો અમદાવાદ બ્લાસ્ટ કેસ, દુનિયા માટે કેસ સ્ટડી, 38 આતંકીઓને ફાંસીની સજા યથાવત્, દોષિતો પાસે ચાર વિકલ્પ 5. આજનું એક્સપ્લેનર: 31 વર્ષ પહેલાં ગુમ થયા હતા જસવંત સિંહ, તેમના પર બનેલી ફિલ્મ ‘સતલજ’ 48 કલાકમાં જ કેમ ગાયબ થઈ? જાણો અસલી કહાની 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ બુધવારનું રાશિફળ:વૃષભ અને ધન રાશિ માટે કમાણીનો સોનેરી સમય, વૃશ્ચિક અને મીન રાશિ માટે નવી તકો સર્જાશે (વાંચો સંપૂર્ણ રાશિફળ)
    Click here to Read More
    Previous Article
    17 કરોડનું 3000 ડાયમંડવાળું મિની બેગ!:પેરિસમાં મમ્મીના પર્સ સાથે દીકરી ઈશા અંબાણીનો વટ, ડ્રેસમાં દેખાયો 'દેવી' અવતાર; ખાસ PHOTOs
    Next Article
    "World Cup Fixed, Being Given To Argentina": Egypt Star Blasts FIFA

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment