Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    17 કરોડનું 3000 ડાયમંડવાળું મિની બેગ!:પેરિસમાં મમ્મીના પર્સ સાથે દીકરી ઈશા અંબાણીનો વટ, ડ્રેસમાં દેખાયો 'દેવી' અવતાર; ખાસ PHOTOs

    3 days ago

    અંબાણી પરિવારની લાડલી અને બિઝનેસવુમન ઈશા અંબાણી ફરી એકવાર પોતાના અલ્ટ્રા-લક્ઝુરિયસ લુકને કારણે વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવી છે. તાજેતરમાં પેરિસમાં યોજાયેલા પ્રખ્યાત ‘પેરિસ ફેશન વીક 2026’માં ઈશા અંબાણીએ ભારતીય ડિઝાઇનર રાહુલ મિશ્રાના ‘દેવી’ કલેક્શનના શૉમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં ઈશાના આકર્ષક આઉટફિટે તો લોકોનું ધ્યાન ખેંચ્યું જ, પરંતુ તેની સાથે રહેલી એક નાનકડી એક્સેસરીઝે લોકોને ચોંકાવી દીધા. તે બીજું કંઈ નહીં, પણ તેની માતા નીતા અંબાણીનું સૌથી કિંમતી હેન્ડબેગ હતું. 3,000થી વધુ ડાયમંડ અને ₹17 કરોડની કિંમત! ઈશા અંબાણીના હાથમાં એક નાનું એવું પર્સ જોવા મળ્યું, તે કોઈ સામાન્ય બેગ નથી. તે લક્ઝરી બ્રાન્ડ હર્મેસનું રેર ગણાતું 'Hermès Sac Bijou Birkin' બેગ છે. આ બેગની વિશેષતાઓ અને કિંમત જાણીને કોઈપણના હોશ ઊડી જાય તેમ છે. આ લિમિટેડ એડિશન બેગ પર 111.09 કેરેટના કુલ 3,025 ચમકતા હીરા જડવામાં આવ્યા છે. એટલું જ નહીં 18-કેરેટ વ્હાઇટ ગોલ્ડમાંથી બનાવવામાં આવ્યું છે. આ લક્ઝુરિયસ માસ્ટરપીસની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજે 2 મિલિયન ડૉલર એટલે કે અંદાજે ₹17 કરોડ રૂપિયાથી વધુ છે. દુનિયામાં આવા માત્ર 3 જ પીસ છે, જેમાંથી એક અંબાણી પરિવાર પાસે છે. ડ્રેસમાં દેખાયો 'દેવી' અવતાર પેરિસ ફેશન વીક માટે ઈશા અંબાણીનો આખો આઉટફિટ રાહુલ મિશ્રાએ ખાસ ડિઝાઈન કર્યો હતો, જે બેમિસાલ કારીગરીનો નમૂનો હતો: પ્રાચીન મંદિર જેવો લુક: ઈશાના કોર્સેટ સ્ટાઈલ અપર પોર્શન પર એમ્બેલિશમેન્ટ અને થ્રેડ વર્કને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું હતું, જાણે કોઈ પ્રાચીન મંદિર પર દેવીઓની મૂર્તિઓ કંડારેલી હોય! આ રાહુલ મિશ્રાના 'દેવી કલેક્શન'નો મુખ્ય કન્સેપ્ટ હતો. ડ્રેસ પર લેયર્ડ જ્વેલરી જેવી ઇલ્યુઝન ડિટેલિંગ અદભુત લાગતી હતી. રોયલ સ્કર્ટ અને વેસ્ટલાઈન: ડ્રેસના નીચેના ભાગમાં ફિટેડ ડ્રેપ્ડ મિડી સ્કર્ટ હતું, જેમાં સોફ્ટ ગેધર્ડ ફોલ્ડ્સ આપવામાં આવ્યા હતા, જે લેયર્ડ ટચ આપતા હતા. વેસ્ટલાઈન પર હાથથી તૈયાર કરેલા ફ્લોરલ એપ્લિક અને એમ્બ્રોઇડરી લુકમાં લક્ઝરી એલિમેન્ટ ઉમેરતા હતા. દુપટ્ટા સાથે દેશી ટચ: લુકને વધુ ઇન્ટરેસ્ટિંગ અને દેશી ટચ આપવા માટે ઈશાએ ગળામાં મેચિંગ દુપટ્ટા સ્ટાઈલ સ્ટોલ કેરી કર્યો હતો. આ સાદા સ્ટોલના બોર્ડર પર પણ કોર્સેટ જેવી જ ડિટેલિંગ હતી. સ્ટોલનો ફ્લોઇંગ ટચ ડ્રેસના સ્ટ્રક્ચર્ડ લુકને બેલેન્સ કરીને એક ડ્રીમી વાઇબ આપતો હતો. જુઓ ઇશા અંબાણીનો લુક: મમ્મી નીતા અંબાણીના કલેક્શનમાંથી લીધું! આ લુક પાછળનો સૌથી રસપ્રદ એન્ગલ એ છે કે ઈશા અંબાણીએ આ પર્સ પોતાની માતા નીતા અંબાણીના કબાટમાંથી ખાસ આ ઇવેન્ટ માટે પસંદ કર્યું હતું. અગાઉ, નીતા અંબાણી પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ગ્રાન્ડ દિવાળી પાર્ટીમાં સિલ્વર સિક્વન્સ સાડી સાથે આ 17 કરોડનું બેગ લઈને પહોંચ્યા હતા, ત્યારે પણ તે ભારે વાઇરલ થયું હતું. હવે દીકરી ઈશાએ મમ્મીના આ અતિ કિંમતી પર્સને ગ્લોબલ પ્લેટફોર્મ પર ફ્લોન્ટ કર્યું. રાહુલ મિશ્રાના આઉટફિટમાં ગોર્જિયસ લાગી રહી હતી પેરિસ ફેશન વીકમાં ઈશા અંબાણીએ ગ્રે-બ્લુ શેડનો સ્કલ્પટેડ કોર્સેટ ડ્રેસ પહેર્યો હતો, જે રાહુલ મિશ્રાએ કસ્ટમ ડિઝાઈન કર્યો હતો. આ ડ્રેસ પર પણ ઝીણવટભર્યું ડાયમંડ અને સિક્વન્સ વર્ક હતું. હાઈ બન હેરસ્ટાઈલ અને મિનિમલ જ્વેલરી સાથે જ્યારે ઈશાએ હાથમાં આ 3,000 ડાયમંડવાળું પર્સ પકડ્યું, ત્યારે ત્યાં હાજર ઇન્ટરનેશનલ મીડિયા અને હોલિવૂડ સિંગર કાર્ડી બી પણ તેના આ ક્લાસી લુકને જોતી જ રહી ગઈ. , ઈશા અંબાણીની ફેશન સંબંધિત આ સમાચાર પણ વાંચો… ભારતની 26 હસ્તકળાથી સજાવેલો ડ્રેસ પહેરીને ખીલી ઊઠી ઈશા, 450 કલાકે તૈયાર થયેલા ડ્રેસમાં ગુજરાતની ખાસ ઝલક ભારતીય સંસ્કૃતિ અને કળાને વૈશ્વિક ફલક પર રજૂ કરવામાં અંબાણી પરિવાર જરાય પાછળ હટતો નથી. તાજેતરમાં જ ઈશા અંબાણીએ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ફેશન મેગેઝિન વોગ મેટગાલાની પ્રી-પાર્ટી ઇવેન્ટમાં ઈશા અંબાણી 'ભારત'નું પ્રતિનિધિત્વ કરતી ખાસ કસ્ટમ મેડ ડ્રેસ પહેરીને પહોંચી હતી. તેના સ્ટ્રેપલેસ ડ્રેસ અને હીરા જડીત ઘરેણાંઓએ ભારતની વિવિધ 26 ભાગોની કળાને એકસાથે રજૂ કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો….
    Click here to Read More
    Previous Article
    2,205 Mumbai manholes still lack safety grills days after Saki Naka death, shows BMC data
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સુરત પાણીમાં ડૂબ્યું, 9નાં મોત, પહેલા માળ સુધી પાણી, ચંપત રાય બોલ્યા-સમય આવ્યે મોં ખોલીશ, વાયનાડમાં લેન્ડસ્લાઈડનો ભયાનક LIVE વીડિયો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment