Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાડીના રસ્તે ગાંજાની હેરાફેરી:બિહારથી 9 કિલો ગાંજો લઈને સુરત પહોંચેલા બે કિશોર ઝડપાયાl; 4 લાખનો મુદ્દામાલ જપ્ત

    4 days ago

    સુરત શહેરને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત દ્વારા શરૂ કરવામાં આવેલા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન હેઠળ ઉધના પોલીસે સફળતા હાંસલ કરી છે. શહેરના માર્ગો પર નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલા કડક બંદોબસ્ત અને બાતમીદારોના નેટવર્કને કારણે લાખોની કિંમતો નશીલો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરો પાસેથી અંદાજે 4.62 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બાતમી મળતા વોચ ગોઠવી મળતી માહિતી મુજબ, ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના જીવનદિપસિંહ ઘનશ્યામસિંહને એક ચોક્કસ અને વિશ્વાસુ બાતમી મળી હતી. બાતમી મુજબ, બે અજાણ્યા શખ્સો પોતાના કબજામાં માદક પદાર્થ ભરેલી બેગો લઈને ઉધના ભાઠેના વિસ્તારમાં આવેલી એલ.એન. પાર્ક સોસાયટીની પાછળ ખાડીના રસ્તેથી માર્કેટ તરફ પસાર થવાના હતા. આ માહિતી મળતા જ પોલીસ ટીમ હરકતમાં આવી હતી અને નિર્ધારિત સ્થળે વોચ ગોઠવી દીધી હતી. બાતમીમાં વર્ણવેલા શખ્સો પસાર થતા જ પોલીસે તેમને અટકાવી તેમની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાંજાના જથ્થા સાથે બે કિશોર ઝડપાયા તલાશી દરમિયાન આ કિશોરો પાસેથી બે અલગ-અલગ બેગમાં ભરેલો કુલ 9.08 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે 4,54,000રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે તેમની પાસેથી આઠ હજારની કિંમતના બે મોબાઈલ ફોન અને બે ટ્રેન ટિકિટો સહિત કુલ 4,62,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બંને કિશોરો સામે ઉધના પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ 1985ની કલમ 8(સી), 20(બી) અને 29 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. ખાડીવાળા રસ્તેથી આવતા હોવાની માહિતી મળી હતીઃ DCP ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, ઉધના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક NDPSનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હ્યુમન સોર્સથી અમારી પાસે ઇન્ફોર્મેશન હતી કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ભાઠેના એરિયા છે, એમાં એલ.એન. પાર્ક સોસાયટીની પાછળ જે ખાડીવાળો રસ્તો છે, એ ખાડીવાળા રસ્તેથી થઈને બે ઇસમ નીકળવાના છે, જે આ NDPSનો ગાંજાનો અથવા તો જે NDPSનો મુદ્દામાલ છે એ લઈને આવનાર છે. પોલીસે બંનેને રાઉન્ડ અપ કર્યા જે ખાડીનો પાછળનો રસ્તો છે, ત્યાંથી એમ-4 માર્કેટ તરફ બે અજાણ્યા ઇસમો આવતા હતા. આ ઇન્ફોર્મેશનના આધારે પોલીસે કાર્યવાહી કરી, બંનેને રાઉન્ડ અપ કર્યા અને જે એમની પાસે મુદ્દામાલ હતો એ ચેક કરતા ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત આશરે 4 લાખ 62 હજાર રૂપિયા છે અને એ જથ્થો છે 9 કિલો 200 ગ્રામ જેટલો. બબલુ કુમારને માલ પહોંચાડાવાની કબૂલાત જે બંનેને રાઉન્ડ અપ કર્યા છે અને પૂછપરછ કરી, તો એ બંને બાળ કિશોરો છે જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે. જેઓ મૂળ બિહારના છે અને બિહારનો રોશનકુમાર જે સીતામઢીનો છે, એણે આ મુદ્દામાલ NDPSનો ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે ઉધના વિસ્તારમાં જઈ અને હરિનગર સોસાયટી છે, હરિનગર વિસ્તાર છે, ત્યાં બબલુ કુમાર કરીને હશે એમને આ માલ આપવાનો છે. કિશોર થોડા દિવસ પહેલાં જ 20 કિલો ગાંજો મુંબઈ આપવા ગયો હતો તેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી. એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે બે કિશોર છે, એમની સામે અમે આગળની કાર્યવાહી કરી છે. જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું. પ્રાઈમરી જે ઇન્ટ્રોગેશન કર્યું છે, એમાં એવો ખ્યાલ આવ્યો છે કે જે કાયદાના સંઘર્ષમાં આવનાર એક કિશોર છે, એણે હકીકત આપી છે કે અગાઉ થોડા સમય પહેલા 20 કિલો ગાંજો લઈ અને મુંબઈ પણ આપવા ગયો હતો. એનો મતલબ આ એક રેકેટ ચાલી રહ્યું છે, જે સંદર્ભે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને આગળનો જે આરોપી છે, એને પણ અમે અટક કરીશું. બંનેનો કુરિયર બોય તરીકે યુઝ કરાતા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બંને બાળ કિશોરો છે, એમને તો માત્ર કુરિયર તરીકે જ એમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે બિહારથી આવ્યા હતા. બિહારના જે રોશનકુમાર કરીને મોકલનાર છે, એણે આ બંનેનો કુરિયર તરીકે યુઝ કરી અને ગાંજાના મુદ્દામાલ સાથે અહીંયા સુરતમાં ઉધના ખાતે મોકલ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાખંડી 'યોગ ગુરુ'ના આશ્રમમાંથી રહસ્યમય ભોયરું મળ્યું:18 હજારમાં સંતાન પ્રાપ્તિ અને આયુર્વેદીકના નામે નકલી દવા વેચતો, સગીરને અર્ધનગ્ન કરી સુષુમ્ણા નાડીનું રહસ્ય સમજાવતો વીડિયો મૂકતો
    Next Article
    Musk Offers To Pay Salaries Of US Airport Security Staff Amid Funding Row

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment