Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની બગવાડા ક્રેડિટ સોસાયટીએ મહિલાઓ માટે 9% FD વ્યાજ જાહેર:મૃત્યુ સહાય ફંડમાં પણ રૂ. 20,000ની મદદ અને 12% ડિવિડન્ડની જાહેરાત

    23 hours ago

    પાટણની બગવાડા કો.ઓપ. ક્રેડિટ સોસાયટીની સાતમી વાર્ષિક સાધારણ સભા રંગભવન હોલ, પાટણ યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી. આ સભામાં મહિલા સભાસદો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર 9 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરાઈ. આ ઉપરાંત, મૃત્યુ સહાય ફંડમાં વધારો કરીને રૂ. 20,000ની સહાય આપવાની પણ જાહેરાત થઈ. મંત્રી ચીમનભાઈ ડી. પરમારે 12 ટકા ડિવિડન્ડની વહેંચણીની પણ ઘોષણા કરી. સભામાં મુખ્ય મહેમાન તરીકે મુંબઈના મેહુલભાઈ હેમચંદભાઈ વાઘેલા અને અતિથિ વિશેષ તરીકે ચિરાગભાઈ પટેલ હાજર રહ્યા હતા. પ્રમુખ દિનેશભાઈ વી. પરમારે સહકારનું મહત્વ સમજાવ્યું. મેહુલભાઈ વાઘેલાએ સોસાયટીની પ્રગતિની પ્રશંસા કરી અને ઇનામ વિતરણ ફંડમાં રૂ. 21,000નું અનુદાન આપવાની જાહેરાત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ, 10% વરસાદની ઘટ:સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં હળવા વરસાદની આગાહી, ભાવનગર 35.2°C સાથે સૌથી ગરમ
    Next Article
    બકુત્રા ટોલટેક્સ નજીક કોલસાની આડમાં 8.06 લાખનો દારૂ પકડાયો:સાંતલપુરથી 24.13 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનનો ડ્રાઈવર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment