Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બકુત્રા ટોલટેક્સ નજીક કોલસાની આડમાં 8.06 લાખનો દારૂ પકડાયો:સાંતલપુરથી 24.13 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનનો ડ્રાઈવર ઝડપાયો

    1 day ago

    બનાસકાંઠા રેન્જ પોલીસે સાંતલપુરના બકુત્રા ટોલટેક્સ નજીક ભારતમાલા હાઈવે પરથી કોલસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ભરેલું ટ્રેલર પકડ્યું છે. પોલીસે 1440 બોટલો સાથે રાજસ્થાનના ડ્રાઈવર મદનલાલ જગદીશકુમાર મેઘવાલની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે રાજસ્થાનથી આવતા ટાટા ટ્રેલર નંબર RJ-19-GE-2513ને બકુત્રા ટોલટેક્સ નજીક રોક્યું. તપાસ કરતા ઉપર 32 ટન કોલસો હતો, પરંતુ નીચેના ટૂલબોક્સમાંથી 47 પેટીઓમાં 1440 દારૂની બોટલો અને ટીન મળ્યા. આ દારૂની કિંમત 8,06,865 રૂપિયા છે. ડ્રાઈવર પાસે કોઈ પરમિટ નહોતી. પોલીસે દારૂ, ટ્રેલર, કોલસો, મોબાઈલ, રોકડ સહિત કુલ 24,13,505 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. પૂછપરછમાં ડ્રાઈવરે જણાવ્યું કે દારૂ બાડમેરના મનિષકુમાર પુરા રામ જાંટ નામના શખ્સે ભરાવ્યો હતો અને મોરબીમાં જયદીપ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. સાંતલપુર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણની બગવાડા ક્રેડિટ સોસાયટીએ મહિલાઓ માટે 9% FD વ્યાજ જાહેર:મૃત્યુ સહાય ફંડમાં પણ રૂ. 20,000ની મદદ અને 12% ડિવિડન્ડની જાહેરાત
    Next Article
    વાહનચલાવવા બાબતે જાહેરમાં મારામારી:ચાર શખસોએ ભેગા મળી યુવકને પટાથી માર માર્યો, લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment