Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોનો હોબાળો:વેરાવળ-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસના 9 એસી કોચમાં AC બંધ, મુસાફરો પરેશાન

    3 दिन पहले

    અમદાવાદ રેલવે સ્ટેશન પરથી એક મોટા બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. વેરાવળથી ત્રિવેન્દ્રમ જઈ રહેલી ટ્રેન નંબર 16333 વેરાવળ-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસમાં છેલ્લા 2 થી 3 કલાકથી એસી બંધ હોવાથી મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ટ્રેનમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના મુસાફરો ગરમી અને ઉકળાટ વચ્ચે મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ સ્ટેશન પર એન્જિન બદલવાના નામે ટ્રેનને લાંબા સમયથી ઊભી રાખવામાં આવતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાળકો અને વૃદ્ધ મુસાફરોને ભારે તકલીફ અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5, જ્યાં વેરાવળ-ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ છેલ્લા એક કલાકથી વધુ સમયથી ઉભી રાખવામાં આવી છે. મુસાફરોના જણાવ્યા અનુસાર ટ્રેનના અંદાજે 9 જેટલા એસી કોચમાં છેલ્લા 3 કલાકથી AC સંપૂર્ણપણે બંધ છે. ગરમી અને ઘૂંટણના કારણે મુસાફરોની હાલત કફોડી બની ગઈ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધ મુસાફરોને ભારે તકલીફ પડી રહી છે. રેલવે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો પરિસ્થિતિથી કંટાળેલા અનેક મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી પ્લેટફોર્મ પર આવી ગયા હતા અને રેલવે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘટનાસ્થળે ટીસી અને રેલવે પોલીસ હાજર હોવા છતાં મુસાફરોનો આરોપ છે કે કોઈ યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો નથી. ટેકનિકલ સ્ટાફ અને ટેકનિશિયન સમયસર ન પહોંચતા સમસ્યાનો ઉકેલ પણ આવી રહ્યો નથી. એન્જિન બદલવાના નામે ટ્રેન ઊભી રાખી મુસાફર જય વાઢેરે વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ કલાકથી ટ્રેનનું AC બંધ છે. નાના બાળકો અને વૃદ્ધ લોકો બહુ પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાં એન્જિન બદલવાના નામે ટ્રેન ઊભી રાખી છે, પણ કોઈ જવાબ આપતું નથી. ટીસી અને પોલીસ હાજર છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી. મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લોકોને આવી ગરમીમાં હેરાન થવું પડ્યું અન્ય મુસાફરો પણ રોષ ઠાલવી રહ્યા છે 85 થી 90 વર્ષના વૃદ્ધો અને નાના નાના બાળકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. રેલવે તંત્રની આ બેદરકારી સામે હવે મુસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હજારો રૂપિયાની AC ટિકિટ લઈને મુસાફરી કરતા લોકોને આવી ગરમીમાં હેરાન થવું પડે તે ખરેખર ગંભીર પ્રશ્ન છે.
    Click here to Read More
    Previous Article
    EDનો ₹3000 કરોડના સટ્ટાબાજી કૌભાંડ પર મેગા એટેક:સાયપ્રસના 'પરિમેચ' નેટવર્ક પર દરોડા વચ્ચે દમણમાંથી 1.2 કરડોની રોકડ જપ્ત; ₹3.8 કરોડ ફ્રીઝ
    Next Article
    દાહોદમાં સેવા ભારતીનો ‘યુવા સેવા સંવાદ’ કાર્યક્રમ:120 યુવાનો જોડાયા, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment