Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ:સવારે 9 વાગ્યા સુધીમાં 9.65 ટકા મતદાન, 9.05 લાખ મતદારો 284 બેઠકો પર 712 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

    13 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. સવારે 9 વાગ્યા સુધીમાં 9.65 ટકા મતદાન થયું છે.જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 284 બેઠકો માટે 712 ઉમેદવારો મેદાનમાં છે. આજે 9,05,556 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ચૂંટણી પ્રક્રિયા માટે જિલ્લામાં 1394 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થામાં 22 ચૂંટણી અધિકારીઓ, 28 મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને 6059થી વધુ પોલિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. મતદાન માટે જિલ્લામાં કુલ 2112 કંટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU) ઈવીએમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 9,05,556 મતદારો નોંધાયા છે. તેમાંથી, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 6,98,646 મતદારો છે, જેમાં 3,58,458 પુરુષ, 3,40,184 સ્ત્રી અને 4 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. નગરપાલિકા માટે 2,06,910 મતદારો છે, જેમાં 1,05,570 પુરુષ, 1,01,336 સ્ત્રી અને 4 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી સંબંધિત વ્યવસ્થા માટે, તાલુકા અને જિલ્લા પંચાયત માટે 6 ડિસ્પેચિંગ સેન્ટર અને નગરપાલિકા માટે 4 ડિસ્પેચિંગ સેન્ટર કાર્યરત છે. મતગણતરી માટે, તાલુકા અને જિલ્લા પંચાયત માટે 21 સ્ટ્રોંગ રૂમ અને નગરપાલિકા માટે 3 સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ગીર ગઢડા અને ઉના એમ 6 તાલુકાઓમાં મતદાન થઈ રહ્યું છે. મતદાન મથકો પર મતદારોને કોઈ અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ઝોનલ અધિકારીઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ તમામ સૂચનાઓનું કડક પાલન કરવા માટે ચૂંટણી અધિકારીઓને જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતની 28 બેઠકો પર 85 ઉમેદવારો, તાલુકા પંચાયતની 128 બેઠકો પર 354 ઉમેદવારો અને વેરાવળ, તાલાલા, સુત્રાપાડા અને ઉના નગરપાલિકાની 128 બેઠકો પર 273 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં વહેલી સવારથી મતદાન શરૂ:મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ, લાંબી કતારો જોવા મળી
    Next Article
    બાપુનગર ચાર રસ્તા પાસે, પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ:દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા, ફાયર અને પોલીસ ઘટનાસ્થળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment